Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : VIDEO: Meteorological Department warns of heavy rain in Gujarat for next 7 days, fishermen advised not to venture into the sea

VIDEO: ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે વરસાદનું હવામાન વિભાગનું એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

Timeછેલ્લું અપડેટ : 03 Sept 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: રાજ્યમાં ચોમાસાએ હજી સત્તાવાર રીતે વિદાય લીધી નથી. ભાદરવામાં પણ સાર્વત્રિક અને ભરપૂર વરસાદની હવામાન વિભાગની આગાહી છે. ગુજરાતમાં ચોમાસાની બે સિસ્ટમ હજી સક્રિય હોવાથી આગામી 7 દિવસ વરસાદનો દોર ચાલુ રહેશે. જેથી કેટલાક જિલ્લાઓમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

App Store

નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, તાપી, ડાંગ, નર્મદા, છોટાઉદેપુર, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, દાહોદ, સુરત અને પંચમહાલમાં ભારે વરસાદનો વર્તારો છે. જ્યારે આવતીકાલે બે જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓ છે નર્મદા અને તાપી. નર્મદા અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં પણ અતિભારે વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

ગુજરાત રિજનમાં રેડ એલર્ટ અને સૌરાષ્ટ્ર રિજનમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે ઠંડર સ્ટોર્મ અને ફિશરમેન વોર્નિંગ પણ અપાઈ છે. જેથી આગામી 5 દિવસ સુધી ઠંડર સ્ટોર્મની ચેતવણી જાહેર કરવામાં આવી છે. દરિયા કિનારે ભારે પવન ફુંકાવાની શક્યતાને જોતા હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે. મોન્સૂન ટ્રફના કારણે રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. જેથી અમદાવાદ અને ગાંધીનગરમાં પહેલા 2 દિવસ મધ્યમ વરસાદ ત્યારબાદ 3 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.