Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : VIDEO: Koth police nabbed three accused who robbed a couple hostage in Koth village of Ahmedabad

VIDEO : અમદાવાદના કોઠ ગામમાં દંપતિને બંધક બનાવી લૂંટ કરનાર ત્રણ આરોપીઓને કોઠ પોલીસે ઝડપી પાડ્યા

Timeછેલ્લું અપડેટ : 17 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

અમદાવાદના કોઠ ગામમાં દંપતિને બંધક બનાવી લૂંટ કરનાર ત્રણ આરોપીઓને કોઠ પોલીસે ઝડપી પાડ્યા છે.રાત્રે બે વાગ્યાથી ચાર વાગ્યાની વચ્ચે ચાર આરોપીઓએ ખેતી અને કરિયાણાની દુકાન કરતા સંજય રાઠોડના ઘરમાં ઘુસીને તેમના અને તેમની પત્ની જનકબેનના ગળે છરી મૂકીને બંધક બનાવ્યા હતા. આરોપીઓએ જનકબેનના દાગીના, ઘરમાં રહેલી 90 હજાર રોકડ અને ત્રણ મોબાઈલ ફોન લૂંટી લીધા હતા. લૂંટ દરમિયાન બંનેને છરીના ઘા પણ કર્યા હતા.પોલીસે ધોળકાના જયેન્દ્ર મકવાણા, બાવળાના હાર્દિક મકવાણા અને સાણંદના જગમાલ મકવાણાની ધરપકડ કરી છે. લૂંટમાંથી ત્રણ મોબાઈલ અને 3 હજાર 500 રૂપિયા જપ્ત કરાયા છે. મુખ્ય આરોપી જયેશ મકવાણા સામે અગાઉ પણ કોઠ અને ધંધુકામાં ત્રણ ગુના નોંધાયેલા છે. પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

App Store
ટોપિક્સ:policehostagesahmedabad