Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : VIDEO: Gujarat Weather Update: Heavy rains will occur in North Gujarat including Saurashtra-Kutch

VIDEO/ Gujarat Weather Update: સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ઉત્તર ગુજરાતમાં માવઠું પડશે, જાણો કયા જિલ્લામાં છે એલર્ટ

Timeછેલ્લું અપડેટ : 23 Feb 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO/ Gujarat Weather Update: હોળી-ધૂળેટીના તહેવારો આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજ્યના વાતાવરણમાં ફરી એકવાર પલટો આવ્યો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કમોસમી વરસાદ એટલે કે માવઠાની ગંભીર આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસના જણાવ્યા અનુસાર, અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમને કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં વાવાઝોડા સાથે માવઠું પડવાની શક્યતા છે.

App Store

કયા જિલ્લાઓમાં માવઠાની અસર રહેશે?
હવામાન વિભાગની આગાહી મુજબ, ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. જામનગર, મોરબી, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાઓમાં માવઠાની વધુ અસર જોવા મળી શકે છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના અરવલ્લી, ભરૂચ, તાપી, સુરત અને નર્મદામાં પણ કમોસમી વરસાદની શક્યતા છે.

મિશ્ર ઋતુની શરૂઆત અને તાપમાનનો પારો
માવઠાની આ આગાહી વચ્ચે 24 ફેબ્રુઆરીથી રાજ્યમાં મિશ્ર ઋતુની અસર જોવા મળશે. હવામાન વિભાગ મુજબ, બપોરના સમયે મહત્તમ તાપમાન 34 ડિગ્રી સુધી પહોંચી શકે છે, જે ગરમીનો અહેસાસ કરાવશે. જ્યારે લઘુતમ તાપમાન 18થી 20 ડિગ્રીની આસપાસ રહેતા વહેલી સવારે અને રાત્રે ઠંડી અનુભવાશે.

ખેડૂતો માટે આ કમોસમી વરસાદ ચિંતાનો વિષય બન્યો છે, કારણ કે તૈયાર પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. વાવાઝોડા સાથે પડનારા આ વરસાદને પગલે તંત્ર દ્વારા પણ સાવચેતી રાખવા સૂચના અપાઈ છે.