Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Video: gstv.in/ahmedabad-ramol-md-drugs-case-accused-sentenced-8-years-jail

VIDEO: અમદાવાદ ડ્રગ્સ કેસ: NDPS સ્પેશિયલ કોર્ટે આરોપીને 8 વર્ષ માટે જેલ ભેગો કર્યો, જાણો શું હતો સમગ્ર મામલો

Timeછેલ્લું અપડેટ : 01 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO:  ગુજરાતમાં ડ્રગ્સના વધતા જતાં દૂષણને ડામવા માટે ન્યાયતંત્ર પણ હવે લાલ આંખ કરી રહ્યું છે. અમદાવાદના રામોલ વિસ્તારમાં વર્ષ 2023માં પકડાયેલા MD ડ્રગ્સના કેસમાં સ્પેશિયલ NDPS કોર્ટે એક અત્યંત મહત્ત્વનો અને કડક ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે આરોપીને 8 વર્ષની સખત કેદની સજાની સાથે 1 લાખ રૂપિયાનો મસમોટો દંડ ફટકાર્યો છે.

App Store

શું હતી સમગ્ર ઘટના?
ઘટનાની વિગતો મુજબ, 1 માર્ચ 2023ના રોજ અમદાવાદના રામોલ વિસ્તારમાં આવેલા ડી-માર્ટ પાસે SOG ક્રાઇમ બ્રાંચે બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસે જાવેદ ઉર્ફે મુન્કીયા અન્સારી સૈયદ નામના શખ્સને 40.810 ગ્રામ MD ડ્રગ્સના જથ્થા સાથે રંગેહાથે ઝડપી લીધો હતો. આ ડ્રગ્સની બજાર કિંમત અંદાજે ૪.૮ લાખ રૂપિયા આંકવામાં આવી હતી. તપાસમાં બહાર આવ્યું હતું કે આરોપી જાહેરમાં ગેરકાયદેસર રીતે નશાકારક પદાર્થોનું વેચાણ કરતો હતો.

કોર્ટનો કડક ચુકાદો
આ કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ દ્વારા રજૂ કરવામાં આવેલા મજબૂત પુરાવાઓ અને સાક્ષીઓની જુબાનીને આધારે કોર્ટે આરોપીને તકસીરવાન ઠેરવ્યો હતો. સ્પેશિયલ NDPS કોર્ટે ગુરુવારે પોતાનો ચુકાદો આપતા જણાવ્યું કે, સમાજમાં ડ્રગ્સનું ઝેર ફેલાવનારા તત્વો સામે કોઈ પણ પ્રકારની નરમાશ દાખવી શકાય નહીં. આરોપીને 8 વર્ષની સખત કેદ અને 1 લાખ રૂપિયાનો દંડ, જો દંડ ન ભરે તો વધુ જેલની સજાનો હુકમ કર્યો છે.

11 મહિનામાં 50 કેસનો નિકાલ
નોંધનીય છે કે, છેલ્લા 11 મહિનામાં જ NDPS કોર્ટે અંદાજે 50 જેટલી ચાર્જશીટ અને સપ્લીમેન્ટરી ચાર્જશીટના કેસોમાં ચુકાદા આપીને આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલ્યા છે. રાજ્ય સરકાર અને પોલીસની ડ્રગ્સ વિરોધી ઝુંબેશમાં કોર્ટનો આ સહકાર નશાના સોદાગરો માટે મોટો પડકાર બની રહ્યો છે.