VIDEO: અમદાવાદમાં ધોળા દિવસે 50 લાખની ફિલ્મી લૂંટ!
સોર્સ : gstv
અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં મારુતિ પ્લાઝા પાસે ધોળા દિવસે ચોંકાવનારી લૂંટની ઘટના સામે આવી છે. કમલેશ કાંતિ આંગડિયા પેઢીમાંથી 50 લાખ રૂપિયાની રોકડ રકમ લઈને નીકળેલા કેયુર પટેલને ચાર બાઈકસવાર અજાણ્યા શખ્સોએ રસ્તામાં રોકીને લૂંટ કરી લીધી હતી.આ રકમ કોઢીયા હોસ્પિટલની ફાર્મસીની હોવાનું સામે આવ્યું છે. લૂંટારુઓએ આંગડિયા પેઢીમાંથી જ ફરિયાદીનો પીછો કર્યો હતો અને મારુતિ પ્લાઝા પાસે આવતા જ લૂંટ આચરીને ફરાર થઈ ગયા હતા.કૃષ્ણનગર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે. આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી

