VIDEO: મણિનગરમાં ભાજપના કોર્પોરેટર પતિની હાજરીને લઈને વિવાદ
સોર્સ : GSTV
અમદાવાદના મણીનગર વિસ્તારમાં ભાજપના મહિલા કોર્પોરેટર પલક પટેલ તેમના પતિ સાથે મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને અધિકારીઓની બેઠકમાં હાજર રહ્યા હોવાનો મુદ્દો સામે આવ્યો છે. મણીનગર વિધાનસભા ભાજપ યુવા મોરચાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ અંગેના ફોટા પોસ્ટ થતાં રાજકીય ચર્ચા તેજ બની છે. પોસ્ટમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે કોર્પોરેટર સાથે તેમના પતિ પણ બેઠકમાં હાજર હતા. થોડા દિવસ પહેલા સરખેજના ભાજપ કોર્પોરેટર મામલે પણ આવો જ વિવાદ સામે આવ્યો હતો. આ ઘટના બાદ ભાજપના સોશિયલ મીડિયા પર જ આંતરિક વિરોધ જોવા મળ્યો છે અને મહિલા સશક્તિકરણના મુદ્દે સવાલો ઉઠી રહ્યા છે.

