VIDEO: સાવધાન! આગામી 4 દિવસ બાદ પારો 3 ડિગ્રી ઉછળશે, અમદાવાદમાં સામાન્ય કરતાં વધુ ગરમી નોંધાઈ, જાણો શું કહ્યું હવામાન વિભાગે?
VIDEO: ગુજરાતમાં શિયાળાની વિદાય અને ઉનાળાના આગમન વચ્ચે અત્યારે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગની તાજી આગાહી મુજબ, આગામી ચાર દિવસ સુધી રાજ્યમાં તાપમાન યથાવત રહેશે, પરંતુ ત્યારબાદ ગરમીનો પારો 2થી 3 ડિગ્રી સુધી વધવાની શક્યતા છે.
તાપમાનમાં વધારો અને પવનની દિશા
હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું હતું કે, હાલમાં ઉત્તર-પશ્ચિમ અને ઉત્તરના પવનો ફૂંકાઈ રહ્યા છે. જેના કારણે વહેલી સવારે ઠંડીનો અનુભવ થાય છે. જોકે, આશ્ચર્યજનક રીતે મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 3થી 4 ડિગ્રી જેટલું ઊંચું નોંધાઈ રહ્યું છે. આગામી 4 દિવસ બાદ ગરમીમાં હજુ પણ વધારો થવાની શક્યતા છે, જે ઉનાળાના આગમનના સંકેત આપી રહ્યું છે.
રોગચાળાનો વધારો
આ 'ડબલ સીઝન' એટલે કે સવારે ઠંડી અને બપોરે ભીષણ ગરમીને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. વાતાવરણમાં આવતા આ અચાનક બદલાવને લીધે મચ્છરજન્ય રોગચાળામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વાયરલ ફીવર, ડૅન્ગ્યૂ અને ઊલ્ટી-ઝાડાના કેસોમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા લોકોને ખાસ તકેદારી રાખવાની સલાહ આપવામાં આવી છે.

