VIDEO BREAKING: હળવદમાં બ્રામણી ડેમ-1 એટલે કે હરપાલ સાગરની કેનાલ તૂટી જતાં લાખો લિટર પાણીનો વેડફાટ
સોર્સ : gstv
હળવદમાં બ્રામણી ડેમ-1 એટલે કે હરપાલ સાગરની કેનાલ તૂટી જતાં લાખો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. માનસર અને હળવદ વચ્ચે ચંદુળીવાળી વેણ પાસે કેનાલ તૂટી જતા ડેમનું પાણી સતત બહાર વહી રહ્યું છે. આ કેનાલ મારફતે ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે, પરંતુ આગળના આશરે 30 જેટલા ખેડૂતો સુધી પાણી પહોંચી રહ્યું નથી. સ્થાનિકોના આક્ષેપ મુજબ કેનાલનું યોગ્ય સમારકામ કરવાની જગ્યાએ કર્મચારીઓ તૂટેલા ભાગમાં બાવળની ઝાડીઓ નાખીને ચાલ્યા ગયા હતા. સાથે જ રાણેકપર રોડ નજીક બિલ્ડરોએ બૂરી નાખી હોવાના આક્ષેપો પણ ઉઠ્યા છે. ઘટનાએ તંત્રની કામગીરી સામે સવાલો ઉભા કર્યા છે.

