Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : VIDEO: Bitter cold will continue in Gujarat for the next 7 days, there will be no change in the weather

VIDEO: ગુજરાતમાં આગામી 7 દિવસ કડકડતી ઠંડી યથાવત્ રહેશે, વાતાવરણમાં કોઈ બદલાવ નહિ આવે

Timeછેલ્લું અપડેટ : 10 Dec 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

 VIDEO: ગુજરાતમાં છેલ્લા 15 દિવસથી ઠંડીનો માહોલ જામ્યો છે. ત્યારે ફરી એકવાર હવામાન વિભાગે આગામી 7 દિવસ તાપમાન અને વાતાવરણ યથાવત્ રહેવાની આગાહી દર્શાવી છે. રાજ્યમાં ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાતા ઠંડી ચાલુ રહેશે. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી આસપાસ રહેતા અમદાવાદીઓ ઠંડીમાં ઠૂંઠવાશે. નલિયામાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી નોંધાતા રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું છે. સૌરાષ્ટ્ર કચ્છમાં સામાન્ય થી નીચું તાપમાન નોંધાયું છે. કમોસમી વરસાદ બાદ ઠંડીમાં ધીમેધીમે વધારો થતો રહ્યો છે. જો કે, વચ્ચે બંગાળની ખાડીમાં ઉદભવેલા વાવાઝોડાની અસર બાદ 10 દિવસ બાદ ફરી એકવાર ઠંડીની લહેર શરૂ થતા ગુજરાતમાં શિયાળો જામ્યો છે. 

App Store

10થી 16 ડિસેમ્બર દરમિયાન હવામાન શુષ્ક રહેવાની શક્યતા
હવામાન વિભાગે જણાવ્યા મુજબ, આગામી 7 દિવસ એટલે કે 10થી 16 ડિસેમ્બર દરમિયાન રાજ્યમાં હવામાન સામાન્ય રીતે શુષ્ક રહેવાની શક્યતા છે અને લઘુતમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાનો અંદાજ નથી. અમદાવાદ માટે હવામાન વિભાગે આકાશ સ્વચ્છ રહેવાનો અંદાજ આપ્યો છે, અને અહીં લઘુતમ તાપમાન આગામી 24 કલાક માટે 16 ડિગ્રી સેન્ટિગ્રેડની આસપાસ રહેવાનું પૂર્વાનુમાન છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો, જેમાં ઉત્તર અને દક્ષિણ ગુજરાતના તટીય ક્ષેત્રોનો સમાવેશ થાય છે, ત્યાં પવનની દિશા ઉત્તરથી ઉત્તર પૂર્વ તરફની રહેશે અને તેની ગતિ 15થી 20 નોટ સુધી રહેવાનો અંદાજ છે.