VIDEO: એએમસી મોનસુન કંટ્રોલરૂમ ૨૪ કલાક કાર્યરત
સોર્સ : GSTV
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ચોમાસા દરમિયાન શહેરની પરિસ્થિતિ પર નજર રાખવા 24 કલાક કાર્યરત મોનસુન કંટ્રોલરૂમ તૈયાર કરાયો છે. આ કંટ્રોલરૂમ સ્માર્ટ સિટીના વિવિધ વિસ્તારોમાં લગાવેલા સીસીટીવી કેમેરાની મદદથી પાણી ભરાવાની સમસ્યાઓનું રીઅલ-ટાઇમ મોનિટરિંગ કરશે અને તેનો તાત્કાલિક નિકાલ લાવશે. આ ઉપરાંત, ચોમાસામાં સામાન્ય બનતી સમસ્યાઓ જેવી કે ઝાડ પડવા, રસ્તા પર ભુવા કે ખાડા પડવાની નાગરિકોની ફરિયાદો અહીં નોંધવામાં આવશે. આ ફરિયાદોને સંબંધિત વિભાગોમાં ત્વરિત ફોરવર્ડ કરીને ઝડપી નિકાલની કાર્યવાહી હાથ ધરાશે. મ્યુનિસિપલ કોર્પોરેશનનો આ આયોજનબદ્ધ પ્લાન ભારે વરસાદની સ્થિતિમાં સ્માર્ટ સિટી અમદાવાદીઓને કેટલી રાહત આપે છે તે હવે જોવાનું રહેશ

