VIDEO: અમદાવાદના પાલડીમાં જૈન દૈરાસરમાં ચોરીમાં સામેલ તમામ આરોપીઓની ધરપકડ
VIDEO: અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલા જાણીતા લક્ષ્મીવર્ધક જૈન દેરાસરમાં ચોરીની ઘટના બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. આરોપીઓ પાસેથી 1.64 કરોડના ચાંદીના સામાન, કાર સહિત કુલ 72 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. મંદિરની સફાઈ કર્મચારી તરીકે કામ કરતા કિરણ અને તેની પત્ની હેતલે જૈન દેરાસરમાં ચોરી કરી હોવાનો ચકચારી ખુલાસો થયો છે.
પાલડીના લક્ષ્મીવર્ધક જૈન દેરાસરમાં ચોરી બાદ પાલડી પોલીસને તપાસ સોંપાઈ હતી. જે બાદ વધુ તપાસ માટે અમદાવાદ ક્રાઈમ બ્રાંચ ચોરી કેસમાં જોડાયું હતું. જેમાં ચોરીમાં સંડોવાયેલા તમામ 5 આરોપીને ઝડપી લીધા છે. આરોપીઓ પાસેથી બોલેરો કાર સહિત 73 લાખનો મુદ્દામાલ જપ્ત લેવામાં આવ્યો છે. આરોપીઓએ 1.64 કરોડના ચાંદીના સામાનની ચોરી કરી હતી. કિરણ નૈનાભાઈ, હેતલ કિરણભાઈ, મેહુલ રાઠોડ, સંજય જાગરિયા અને રોનક શાહની ધરપકડ કરવામાં આવી છે. આરોપી મેહુલ રાઠોડ જૈન દેરાસરમાં પૂજારી તરીકે સેવા આપતો હતો જે આ ચોરીમાં સામેલ હતો. દેરાસરમાં ચોરી કેસમાં સંડોવાયેલા તમામ આરોપીઓ પાસેથી અન્ય મુદ્દામાલ રિકવર કરવામાં આવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.

