VIDEO: અમદાવાદમાં 171 જગ્યા ડેન્જર ઝોન જાહેર, આ ઝોનમાં છે સૌથી વધુ જોખમ
સોર્સ : gstv
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચોમાસા પૂર્વે શહેરમાં 171 જગ્યાઓને ડેન્જરઝોન તરીકે જાહેર કરવામાં આવી છે. આ વિસ્તારોમાં ચાલી રહેલા ખોદકામ અથવા અગાઉની કામગીરીને કારણે રોડ બેસી જવાની કે ભૂવા પડવાની પ્રબળ શક્યતા છે.
સૌથી વધુ જોખમ ઉત્તર-પશ્ચિમ ઝોનમાં છે, જ્યાં 66 લોકેશન ભયજનક ગણાવ્યા છે. આ ઉપરાંત દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 20 અને ઉત્તર ઝોનમાં 18 જગ્યાઓ પર ખતરો છે. ડ્રેનેજ અને વોટર પ્રોજેક્ટ હેઠળની કુલ 19 જગ્યાઓ પર પણ જમીન સેટલમેન્ટનું જોખમ રહેલું છે. તંત્રની આ ચેતવણી બાદ શહેરીજનોએ ખાસ કરીને ભારે વરસાદ દરમિયાન આ વિસ્તારોમાં અવર-જવર કરતી વખતે અત્યંત સાવધાની રાખવી જરૂરી છે.

