Ahmedabad news: શહેરી વિકાસ મંત્રીએ રાજસ્થાન ભાજપનો ખેસ ધારણ કર્યો!, ફોટો વાયરલ થતાં કાર્યકરોમાં થઈ આ ચર્ચા

સોર્સ : GSTV
વિશ્વની સૌથી મોટી પાર્ટી ભાજપ પાસે પ્રચારની માસ્ટરી છે. પ્રચાર-પ્રચારમાં કોઈ કચાશ ન જોવા મળે. પરંતુ શહેરી વિકાસ મંત્રી દર્શના વાઘેલાનો એક ફોટો વાયરલ થયો છે. જેને લઈને લોકમૂખે ચર્ચા છે કે ચૂંટણી ફંડમાં સૌથી ધનવાન ભાજપ પક્ષ પાસે શું પાર્ટીના ખેસ ખૂટી ગયા છે?
પોતાના વિસ્તારમાં પ્રચાર કરતા સમયે મહિલા મંત્રીએ રાજસ્થાન ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. મંત્રીએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર આ ફોટોગ્રાફ મૂક્યો છે. જે બાદ હાજર કાર્યકર્તાઓમાં પણ ચર્ચા છે કે, મંત્રીજીએ કદાચ ઉતાવળમાં ખેસનું ધ્યાન નહીં રાખ્યું હોય, પણ આ ખેસ કાર્યકર્તાઓના ધ્યાનમાં ઝડપથી આવી ગયો હતો.

