VIDEO: ગુજરાત પર બે ટ્રફ અને લો-પ્રેશર સિસ્ટમ સક્રિય! દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી, નવસારી-વલસાડમાં ઓરેન્જ એલર્ટ
સોર્સ : gstv
હવામાન વિભાગે રાજ્યમાં વેલ માર્ક લો પ્રેશર અને બે ટ્રફ સક્રિય હોવાના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલી માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે સુરત, તાપી, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, ભાવનગર અને અમરેલીમાં યલો એલર્ટ છે. અન્ય વિસ્તારોમાં સામાન્ય વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આવતીકાલથી વરસાદનું જોર ઘટશે. રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 6 ટકા ઓછો વરસાદ નોંધાયો છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં સામાન્ય કરતાં 5 ટકા વધુ વરસાદ વરસ્યો છે…

