VIDEO BREAKING: રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત બે સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ વરસાદની આગાહી
સોર્સ : gstv
રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત બે સિસ્ટમ સક્રિય થવાના કારણે રાજ્યમાં આગામી સાત દિવસ સુધી ગાજવીજ સાથે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.. આગામી સાત દિવસોમાં ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદી માહોલ જોવા મળશે.વિવિધ વિસ્તારોમાં ૪૦ થી ૫૦ કિલોમીટરની ઝડપે તેજ પવન ફૂંકાવાની પણ આશંકા સેવાઈ રહી છે. ખાસ કરીને આજે અમદાવાદમાં પણ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. બીજી તરફ, દેશમાં ચોમાસું આગળ વધવા માટેના તમામ પરિબળો હાલ સાનૂકૂળ બની રહ્યા છે, જેને પગલે આગામી ૪ જૂનના રોજ ચોમાસું વિધિવત રીતે કેરળ પહોંચે તેવી પૂરેપૂરી શક્યતાઓ હવામાન વિભાગે દર્શાવી છે.

