Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Two religions, two families... but one determination to save lives!

બે ધર્મ, બે પરિવાર... પણ જીવન બચાવવાનો એક જ સંકલ્પ!

Timeછેલ્લું અપડેટ : 19 Aug 2026
લાઇવ ટીવીGoogle News
બે ધર્મ, બે પરિવાર... પણ જીવન બચાવવાનો એક જ સંકલ્પ!
સોર્સ : Dhaval Barot

 

App Store

 

ધર્મ અલગ હોઈ શકે, પરંતુ માનવતા એક જ હોય છે...

અમદાવાદમાં બનેલી એક અનોખી ઘટનાએ આ વાતને સાચા અર્થમાં સાબિત કરી છે.

 

અમદાવાદની હોસ્પિટલ ખાતે બે અલગ-અલગ ધર્મના પરિવારો એકબીજા માટે જીવનદાતા બન્યા છે. એક હિંદુ મહિલાએ મુસ્લિમ દર્દીને કિડની દાન કરી, તો એક મુસ્લિમ મહિલાએ હિંદુ દર્દીને કિડની આપી.

 

બંને પરિવારોના પોતાના દર્દીઓ માટે સીધું કિડની દાન શક્ય નહોતું. પરંતુ યોગ્ય મેચિંગ બાદ કિડની સ્વેપ ટ્રાન્સપ્લાન્ટનો રસ્તો અપનાવવામાં આવ્યો અને બંને પરિવારો એકબીજાના દર્દીને જીવન આપવા આગળ આવ્યા.તમામ તબીબી તપાસ, કાઉન્સેલિંગ અને કાનૂની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ 9 જુલાઈ, 2026ના રોજ બંને ટ્રાન્સપ્લાન્ટ એકસાથે કરવામાં આવ્યા.ડૉ. સોનલ દલાલ, ડૉ. જાવેદ વકીલ, ડૉ. કેતન શુક્લા, ડૉ. હિમાંશુ પટેલ અને ડૉ. ભાવિન મહેતાલિયાની ટીમે આ જટિલ સર્જરી સફળતાપૂર્વક પાર પાડી. ટ્રાન્સપ્લાન્ટ કોઓર્ડિનેટર રાહિલ શાહે સમગ્ર પ્રક્રિયાનું સંકલન કર્યું.

 

ટ્રાન્સપ્લાન્ટ બાદ બંને દર્દીઓની તબિયતમાં નોંધપાત્ર સુધારો થયો. તેમના સીરમ ક્રિએટિનિનનું સ્તર 1.26 અને 1.30 mg/dL નોંધાયું. બંને દાતાઓ પણ સ્વસ્થ થયા અને 18 જુલાઈએ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા.

 

આ માત્ર બે સફળ ટ્રાન્સપ્લાન્ટની કહાની નથી.આ કહાની છે વિશ્વાસની, સહઅસ્તિત્વની અને માનવતાની.કારણ કે જ્યારે કોઈનું જીવન બચાવવાની વાત આવે છે, ત્યારે ધર્મની દીવાલો નહીં.માનવતા જ સૌથી મોટો ધર્મ બને છે.