Banaskantha બોર્ડર પરથી 20 કરોડના ડ્રગ્સ સાથે બે પકડાયા, ગુજરાત અને રાજસ્થાન ATSની સંયુક્ત કાર્યવાહી

પાકિસ્તાન બોર્ડર પર મૂકેલા ડ્રગ્સના પાર્સલને ભારત ઘૂસાડવાના ષડ્યંત્રનો પર્દાફાશ થયો છે. ગુજરાત અને રાજસ્થાન ATSએ સંયુક્ત ઓપરેશનમાં બનાસકાંઠા બોર્ડર પરથી ૫ કિલો MD ડ્રગ્સ સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે. આ ડ્રગ્સ પાકિસ્તાનથી રાજસ્થાન બોર્ડર પર ડ્રગ્સ આવ્યું હતું. ઈકો ગાડીમાં લવાતા નશીલા પદાર્થ સાથે બંને આરોપીને પકડી પાડવામાં સફળતા મળી છે. આ અંગે બાડમેર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો છે.
આરોપીઓ પાકિસ્તાની મસાત નામના શખ્સના સંપર્કમાં હતા
ગુજરાત ATS અને રાજસ્થાન ATSના સંયુક્ત ઓપરેશનમાં રાજસ્થાન બનાસકાંઠા બોર્ડર પરથી ૫ કિલો MD ડ્રગ્સ સાથે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ શંકર રામ અને સલમાન બાડમેરના રહેવાસી છે. તેઓ પાકિસ્તાની મસાત નામના શખ્સના સંપર્કમાં હતા અને પાકિસ્તાન બોર્ડર પર મૂકેલા ડ્રગ્સના પાર્સલ લઈને ઈકો ગાડીમાં ભારતમાં ઘુસાડી રહ્યા હતા. ડ્રગ્સની અંદાજિત કિંમત 20 કરોડ રૂપિયા છે. બંને આરોપીઓ સામે બાડમેર પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

