Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Traffic police fines people for reckless driving Rs 11 crore

Ahmedabad news: બેફામ વાહન હંકારતા શખ્સોને ટ્રાફિક પોલીસે ફટકાર્યો 11 કરોડનો દંડ, 2 હજારથી વધુના લાયન્સ રદ

Timeછેલ્લું અપડેટ : 04 Aug 2025
લાઇવ ટીવીGoogle News
Ahmedabad news: બેફામ વાહન હંકારતા શખ્સોને ટ્રાફિક પોલીસે ફટકાર્યો 11 કરોડનો દંડ, 2 હજારથી વધુના લાયન્સ રદ
સોર્સ : gstv

અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી  રોન્ગ સાઇડ તથા ઓવર સ્પિડમાં બેફામ બેદકારી ભર્યા ડ્રાઇવિંગના કારણે અકસ્માતની વણઝાર લાગી છે. માતેલા સાંઢની જેમ વાહનો હાંકી વાહન ચાલકો નિર્દોષ નાગરિકોનો ભોગ લઇ રહ્યા છે. ત્યારે રસ્તાને બાપની જાગીર સમજીને વાહનો ચલાવીને અકસ્માત સર્જનારા વાહન ચાલકો સામે અમદાવાદ RTOઓએ તવાઇ બોલાવી છે.

App Store

 દોઢ વર્ષમાં રૃા. ૧૦.૯૮ કરોડ વસૂલ્યા

જેમાં છેલ્લા દોઢ વર્ષમાં રોન્ગ સાઇડ, અકસ્માતમાં મોત, ઓવર સ્પિડ, ઓવર લોડ ફીટનેશ સહિતના કાયદાના ભંગ બદલ દોઢ વર્ષમાં રૃા. ૧૦.૯૮ કરોડ વસૂલીને ૨૧૬૧ વાહન ચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કર્યા છે. જ્યારે બીજા રાજયમાં જઇ રફ ડ્રાઇવિંગ કરતા અમદાવાદીઓ પાસેથી ૨૮૪ વાહન ચાલકો પાસેથી દંડ વસૂલ્યા પછી આરટીઓએ ડ્રાઇવિંગ લાયસન્સ રદ કર્યા છે.

અમદાવાદમાં નશામાં ધૂત નબીરાઓ દ્વારા બેફામ વાહનો હંકારતા વધી રહેલા હિટ એન્ડ રન અને અકસ્માતમાં મોતના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે,  રોન્ગ સાઈડમાં વાહન હંકારતા તેમજ હેલ્મેટ વગર વાહન ચલાવતા અને ફૂલ સ્પીડમાં વાહન ચલાવીને અકસ્માત કરવાના વધી રહેલા કેસ અંગે ગુજરાત હાઇકોર્ટ દ્વારા અવાર નવાર ટ્રાફિક પોલીસને આવા વાહન ચાલકો સામે પોલીસ ફરિયાદ સહિત કડક પગલાં લેવા માટે ટકોર કરવામાં આવે છે. કારણ કે સ્થળ ઉપર દંડ ભરીને વાહન ચાલકને છોડી મૂકવાથી વાહન ચાલકોમાં કોઇ ફરક પડવાનો નથી પરંતું કાયદનો ડર પેેંદા કરવા જરુરી છે.

ડ્રાઇવિંગ લાયસન્સ ત્રણથી છ મહિના સસ્પેન્ડ કરવામાં આવ્યા

બીજી તરફ અમદાવાદ આરટીઓ દ્વારા કડક વલણ અપનાવીને ૧-૦૪-૨૪થી ૩૧-૦૭-૨૫ સુધી ૧૬ મહિનામાં  રોન્ગ સાઇડ, હેલમેટ, વાંરવાર ટ્રાફિકના કાયદાનો ભંગ, ટેક્ષ, લાયસન્સ, પીયુંસી, ફીટનેશ ઉપરાંત ઓવરલોડ વાહનો ડિટેઇન કરીને તેમની પાસેથી રૃા. ૧૦.૯૮ કરોડ વસૂલીને દંડ વસૂલીને  ૨૧૬૧ વાહન ચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સ ત્રણથી છ મહિના સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જ્યારે બીજા રાજ્યમાં જઇ રફ ડ્રાઇવિંગ કરતા અમદાવાદીઓ પાસેથી જે તે શહેરની પોલીસે ૨૮૪ વાહન ચાલકો પાસેથી દંડ વસૂલ્યા પછી લાયસન્સ અમદાવાદથી ઇસ્યું થયા હોવાથી અમદાવાદ આરટીઓમાં મોકલી આપતા તેમના પણ ડ્રાઇવિંગ લાયસન્સ રદ કર્યા હતા.