Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Three rounds fired for sitting on tea kettle in ahmedabad

Ahmedabad news: ચાની કિટલી પર બેસવા બાબતે ત્રણ રાઉન્ડ ફાયરિંગ, એક યુવકને ગોળી વાગતા સારવાર હેઠળ

Timeછેલ્લું અપડેટ : 13 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Ahmedabad news: ચાની કિટલી પર બેસવા બાબતે ત્રણ રાઉન્ડ ફાયરિંગ, એક યુવકને ગોળી વાગતા સારવાર હેઠળ
સોર્સ : GSTV

અમદાવાદના વેજલપુર વિસ્તારમાં ફતેવાડી કેનાલ રોડ પર જાહેરમાં ફાયરિંગની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે. ચાની કિટલી પર બેસવા જેવી સામાન્ય બાબતે થયેલી જૂની અદાવતમાં ત્રણ શખ્સોએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં એક વ્યક્તિને પગના ભાગે ગોળી વાગતા તેને સારવાર અર્થે ખસેડાયો છે.

App Store

ચાની કિટલી પર બેસવા બાબતે થઈ માથાકૂટ 

વેજલપુર વિસ્તારમાં ફતેવાડી કેનાલ રોડ પર મોડી રાત્રે 'દીવાન ટી સ્ટોલ' ના માલિક ફૈઝાન દીવાન પર હુમલો કરવાના ઈરાદે અરબાઝ શેખ અને તેના બે મિત્રો આવ્યા હતા. ચાની કિટલી પર બેસવા જેવી નજીવી બાબતે અગાઉ ફૈઝાન સાથે અરબાઝની માથાકૂટ થઈ હતી, જેની અદાવત રાખી આરોપીઓ હથિયાર સાથે ધસી આવ્યા હતા. જોકે ફૈઝાન હાજર નહીં હોવાથી આરોપી અરબાઝે ચા ની કીટલી પર હાજર માણસ મુદસર પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં એક ગોળી મુદ્દસરને પગના ભાગે વાગતા સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. 

આરોપીઓ નાસી છૂટ્યા

આરોપીઓએ ફૈઝાન દીવાનની હત્યા કરવાના ઈરાદે બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફૈઝાનના જણાવ્યા મુજબ આરોપીઓ તે વિસ્તારમાં ડ્રગ્સનો ધંધો કરતા હતા. ફૈઝાને આરોપીઓને ડ્રગ્સનો ધંધો નહીં કરવા મામલે માથાકૂટ ચાલતી હતી. છેલ્લા ત્રણ ચાર દિવસ થી આરોપી અરબાઝ અને ફૈઝાન વચ્ચે ફોન પર માથાકૂટ ચાલતી હતી. જોકે આરોપીઓએ જ્યારે ફાયરિંગ કર્યું ત્યારે ફૈઝાન ત્યાં હાજર હતો નહીં, ફાયરિંગનો અવાજ સંભાળતા ફૈઝાન ત્યાં આવ્યો હતો અને આરોપીઓ સાથે માથાકૂટ થઈ હતી. આ બબાલ દરમિયાન ચાની કિટલી પર ફાયરિંગનો અવાજ સાંભળી આસપાસના લોકો એકઠા થઈ જતા આરોપીઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા.

ઘટનાની જાણ થતા જ વેજલપુર પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે એફએસએલ ની મદદ લઈ પુરાવા એકત્ર કર્યા છે અને અરબાઝ શેખ સહિત ત્રણ શખ્સો વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે.