Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Three people, including two women, were arrested with 7 kg of marijuana from a house

Ahmedabad news: મકાનમાંથી 7 કિલો ગાંજા સાથે બે મહિલા સહિત ત્રણને દબોચાયા, 5 લાખ રોકડ જપ્ત

Timeછેલ્લું અપડેટ : 11 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Ahmedabad news: મકાનમાંથી 7 કિલો ગાંજા સાથે બે મહિલા સહિત ત્રણને દબોચાયા, 5 લાખ રોકડ જપ્ત
સોર્સ : GSTV

 અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ બાપુનગરના એક રહેણાંક મકાન પર દરોડા પાડ્યા હતા. એ દરમિયાન લગભગ 7 કિલો ગાંજો, 4.9 લાખની રોકડ, મોબાઈલ ફોન સહિત અન્ય વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. દરોડામાં બે મહિલાઓ સહિત ત્રણની અટકાયત પણ કરવામાં આવી છે. જ્યારે કથિત માસ્ટરમાઇન્ડ, જેની ઓળખ અબ્દુલકાદિર ઉર્ફે બાબુ જાવદ ખાન પઠાણ તરીકે થઈ છે, તે ફરાર છે.

App Store

બે મહિલાઓની પણ ધરપકડ

બાપુનગરમાં આવેલા શાંતિનગરના ભવાની ચોકમાં રહેતો અબ્દુલકાદિર તેની પત્ની અને સહયોગીઓની મદદથી તેના ઘરેથી ગાંજો વેચી રહ્યો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જે બાદ SOGની ટીમ સક્રિય થઈ હતી. આરોપીના ઘર તરફ જતી સાંકડી ગલીમાં ટીમ પહોંચી ત્યારે અધિકારીઓએ ખૂણા પર ઉભેલા એક વ્યક્તિને અટકાવ્યો, જેની ઓળખ પાછળથી રફીક શેખ (40) તરીકે થઈ હતી. ઘરની અંદરથી બે મહિલાઓ જેમાંથી અબ્દુલકાદિરની પત્ની સોનીબાનુ (27) મળી પણ મળી આવી હતી.

અંદાજિત રકમ 8.61 લાખનો મુદ્દામાલ જપ્ત

SOGની ટીમે સોનીબાનુ પાસેથી કથિત રીતે ગાંજા ભરેલી બે કાપડની થેલીઓ શોધી કાઢી હતી. ઘરના બીજા માળે વધુ તપાસ કરતાં 6.95 કિલો ગાંજો, 4,90 લાખ રોકડા, સક્રિય IMEI નંબરોવાળા ચાર મોબાઇલ ફોન તેમજ  CCTV કેમેરા સાથે જોડાયેલા DVR મળી આવ્યા હતા. આ તમામ મુદ્દામાલની અંદાજિત રકમ 8.61 લાખ છે. ઘર અને પરિસરની તપાસ કરવા છતાં SOGની ટીમને મુખ્ય આરોપી અને ગાંજાના ધંધાનો માસ્ટર માઈન્ડ અબ્દુલકાદિર મળી આવ્યો નહતો.

માસ્ટર માઈન્ડ ફરાર

અધિકારીઓનું કહેવું છે કે, 'CCTV સર્વેલન્સ, મોબાઇલ ચેટ્સ અને રોકડની હાજરીથી છૂટક સ્તરે માદક દ્રવ્યોની પ્રવૃત્તિ ચાલુ રહે તેવો સંકેત મળ્યો. FSL મોબાઇલ યુનિટ પ્રારંભિક રાસાયણિક પરીક્ષણ કરવા માટે પહોંચ્યું, જેમાં દરોડા દરમિયાન મળેલો પદાર્થ ગાંજો હોવાની પુષ્ટિ થઈ હતી'. હાલ SOGની ટીમે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે અને માસ્ટર માઈન્ડ અબ્દુલકાદિર ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.