Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Three arrested for stealing vehicles in Ahmedabad

Ahmedabadમાં વાહનો ચોરી કરતાં ત્રણ પકડાયા, જાણો કેવી રીતે આ ગેંગ 'માસ્ટર કી'થી ગણતરીની સેકન્ડોમાં ચોરતી હતી બાઈક

Timeછેલ્લું અપડેટ : 17 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Ahmedabadમાં વાહનો ચોરી કરતાં ત્રણ પકડાયા, જાણો કેવી રીતે આ ગેંગ 'માસ્ટર કી'થી ગણતરીની સેકન્ડોમાં ચોરતી હતી બાઈક
સોર્સ : GSTV

શહેરના એસજી હાઈવે અને આસપાસના વિસ્તારોમાં ટુ-વ્હીલર ચોરીના વધતા જતા બનાવો વચ્ચે સોલા પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે રાજસ્થાનના બાંસવાડાની એક રીઢા ચોર ટોળકીને ઝડપી પાડી છે. આ ટોળકી પાસેથી કુલ 23 ચોરાઉ બાઈક જપ્ત કરવામાં આવ્યા છે. જેનાથી શહેરના વિવિધ પોલીસ સ્ટેશનના 19 ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.

App Store

કેવી રીતે ચોરી કરતી હતી આ ટોળકી?

DCP હર્ષદ પટેલે આ ઓપરેશન અંગે વિગતો આપતા જણાવ્યું કે, મુખ્ય આરોપી ગોપાલ અને તેના સાગરીતો મુકેશ તથા ભરત ખૂબ જ ચાલાકીથી ચોરીને અંજામ આપતા હતા. તેઓ ખાસ કરીને એવા પાર્કિંગ સ્થળો પસંદ કરતા જ્યાં લોકો આખો દિવસ વાહન મૂકીને નોકરીએ જતા હોય. ગોપાલ પોતાની પાસે ડુપ્લીકેટ અને ઘસાયેલી ચાવીઓનો જથ્થો રાખતો. તે જૂના બાઈકને ટાર્ગેટ કરતો કારણ કે તેના લોક ઢીલા થઈ ગયા હોય છે, જે ઘસાયેલી ચાવીથી સરળતાથી ખુલી જતા હતા. ચોરી કર્યા બાદ આ બાઈકોને ભાડજ સર્કલ પાસે ઝાડી-ઝાંખરામાં છુપાવી દેતા હતા. જેથી કોઈની નજર ન પડે.

સીસીટીવી અને બાતમીએ અપાવી સફળતા

સોલા ભાગવત બ્રિજ નીચેથી સતત થતી ચોરીઓને રોકવા પોલીસે સીસીટીવી કેમેરાનો ઊંડો અભ્યાસ કર્યો હતો. જેમાં રાજસ્થાનના ગોપાલની કડી મળી હતી. રિંગરોડ પર અદાણી પેટ્રોલ પંપ પાસે વોચ ગોઠવીને પોલીસે ગોપાલને ઝડપી પાડ્યો અને તેની પૂછપરછમાં અન્ય બે સાગરીતોના નામ ખુલ્યા હતા. તેને ઝડપી લઇને પુછપરછ કરતા 19 ગુનાઓનો ભેદ ઉકેલાયો હતો. 

અનેક પોલીસ સ્ટેશનના ગુના ઉકેલાયા

પોલીસે જપ્ત કરેલા 23 બાઈકમાંથી સોલા હાઈકોર્ટના 9 ગુના ઉપરાંત રામોલ, કૃષ્ણનગર, ઓઢવ, નિકોલ, સાબરમતી રિવરફ્રન્ટ અને કઠલાલ પોલીસ સ્ટેશનના ગુના પણ ઉકેલાયા હતા. મુખ્ય આરોપી ગોપાલ અગાઉ પણ 11 થી વધુ ચોરીના ગુનામાં પકડાઈ ચૂક્યો છે. તે કોઈ નશા માટે નહીં પરંતુ મહેનત વગર સરળતાથી પૈસા કમાવવા માટે આ રસ્તો અપનાવતો હતો. હાલ સોલા પોલીસે ત્રણેયની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.