Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Intoxicants worth lakhs including cocaine, drugs seized from a flat in Bopal

Ahmedabadના બોપલમાં ફ્લેટમાંથી કોકેઈન, ડ્રગ્સ સહિત લાખોના નશીલા પદાર્થોનો જથ્થો જપ્ત, એક આરોપીની ધરપકડ

Timeછેલ્લું અપડેટ : 16 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Ahmedabadના બોપલમાં ફ્લેટમાંથી કોકેઈન, ડ્રગ્સ સહિત લાખોના નશીલા પદાર્થોનો જથ્થો જપ્ત, એક આરોપીની ધરપકડ
સોર્સ : GSTV

શહેરના પોશ વિસ્તાર ગણાતા એવા બોપલના વીવીઆના ફ્લેટમાં ભાડેથી રહેતા યુવકના ઘરે ANTF સ્કવોડે દરોડા પાડીને કોકેઇન,એમ.ડી ડ્રગ, હાઈબ્રીડ ગાંજો, દારુ, બિયરના ટીન અને ચાર મોંઘાદાટ મોબાઈલ ફોન સહિત કુલ રૂ.18 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે ફરાર ચાર આરોપીની શોધખોળ શરૂ કરી વધુ તપાસ હાથ ધરી છે. 

App Store

બોપલ ઘુમા રોડ પર આરોહી ક્લબ પાસે વીવીઆના ફ્લેટમાં ભાડેથી રહેતા યુવકના ઘરમાંથી લાખો રૂપિયાના નશાકારક દ્રવ્યોનો જથ્થો એન્ટી નાર્કોટીકસ ટાસ્ક ફોર્સે કબજે કર્યો છે. એન્ટી નાર્કોટીકસ ટાસ્ક ફોર્સે 102.59 ગ્રામ એમ.ડી ડ્રગ, 46.64 ગ્રામ હાઈબ્રીડ ગાંજો, 8.88 ગ્રામ કોકેઇન, વિદેશી દારુની 6 બોટલ તથા 24 બીયરના ટીન, 4 મોંઘાદાટ મોબાઈલ ફોન સહિત કુલ રૂ.18 લાખના મુદ્દામાલ સાથે નિશાંત ભનુભાઈ સોલંકીની ધરપકડ કરીને ફરાર અન્ય ચાર આરોપીની શોધખોળ શરૂ કરી છે.

 આરોપી મેમ્કો વિસ્તારમાંથી દારૂ લાવતો હતો

ઝડપાયેલા આરોપીની પૂછપરછ કરતા હકીકત જાણવા મળી છે કે, આરોપી છેલ્લા એક વર્ષથી નશાના કાળા કારોબારનો વેપલો ચલાવતો હતો. ઉપરાંત કોકેઈન, એમ.ડી ડ્રગ અને હાઈબ્રીડ ગાંજો અડાલજના અદાણી શાંતિગ્રામમાં રહેતા રીક, સાંડ્રા અને દિલ્હીના ઘોસ્ટ નામથી જાણીતા વ્યક્તિ પાસેથી ખરીદીને વેચવા માટે લાવતો હતો. આ ઉપરાંત શહેરના મેમ્કો વિસ્તારમાં રહેતા અજય પટેલ પાસેથી દારુ અને બિયરનો જથ્થો ખરીદીને લાવ્યો હોવાનુ પોલીસ તપાસમા ખુલ્યું છે.

નશાના રવાડે ચઢેલો શખ્સ ડ્રગ્સનો સોદાગર બન્યો

બહુ જ ઓછા કિસ્સામાં પોલીસ કોકેઇન જેવુ મોંઘુદાટ ડ્રગ પકડતી હોય છે. કારણકે તેની કિમંત ઘણી જ ઉંચી હોવાના લીધે ડ્રગના માર્કેટમાં કોકેઈન ખરીદનાર ગ્રાહકો ઘણાં ઓછા રહેતા હોય છે. ત્યારે ANTFસ્કવોડના હાથે ઝડપાયેલા નિશાંત ભનુભાઈ સોલંકી પાસેથી 4.44 લાખની કિંમતનું 8.88 ગ્રામ કોકેઇન મળી આવતા શહેરના પોશ વિસ્તારમાં ચાલી રહેલી ડ્રગ કાર્ટેલની લિંક સુધી પહોંચવાના પ્રયાસો પોલીસે શરુ કર્યા છે. આ ઉપરાંત આરોપી નિશાંતે પોતે પણ આ તમામ પ્રકારનો નશો કરવાની ટેવવાળો હોવાનું પોલીસ સમક્ષ કબૂલ કર્યું છે.