VIDEO: અમદાવાદના ગોતામાં પ્રદૂષિત પાણીની સમસ્યા વકરતા રહીશો હેરાન: ૮ સોસાયટીઓમાં ટેન્કર મંગાવવાની નોબત
સોર્સ : gstv
અમદાવાદના ગોતા વિસ્તારમાં ફરી એકવાર પ્રદૂષિત પાણીનો પ્રશ્ન ગંભીર બન્યો છે. નર્મદાની મુખ્ય પાણીની લાઈનમાં અન્ય લાઈનનું જોડાણ થઈ જતા ગોતા વોર્ડની અનેક સોસાયટીઓમાં દૂષિત પાણી આવી રહ્યું છે. અરિસ્ટો બ્લીસ, શ્રી હોમ્સ, આનંદ સિફાયર, એરિસતા આલમય અને વિકટ્રી સનરાઈઝ જેવી ૮ સોસાયટીઓમાં પાણીમાંથી દુર્ગંધ આવતા રહીશોએ ટેન્કર અને ટાંકીમાં ભરેલું પાણી ખાલી કરવાની ફરજ પડી છે. રહીશોએ પોતે જ સોસાયટીના નોટિસ બોર્ડ પર ચેતવણી લખી લોકોને સાવધ કર્યા છે. પ્રદૂષિત પાણીના કારણે રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિકો તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી પાણીની લાઈન ચેક કરી શુદ્ધ પાણી પહોંચાડવાની માંગ કરી રહ્યા છે.

