Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : The gold was hidden in the body by making a paste, the passenger was caught at the airport

પેસ્ટ બનાવી શરીરમાં છુપાવ્યું સોનું, એરપોર્ટ પર મુસાફર ઝડપાયો

Timeછેલ્લું અપડેટ : 09 Aug 2026
લાઇવ ટીવીGoogle News
પેસ્ટ બનાવી શરીરમાં છુપાવ્યું સોનું, એરપોર્ટ પર મુસાફર ઝડપાયો
સોર્સ : Dhaval Barot

અમદાવાદ કસ્ટમ્સ વિભાગે એરપોર્ટ પર સોનાની દાણચોરીનો પ્રયાસ ઝડપી પાડ્યો છે. કતાર એરવેઝની ફ્લાઈટ મારફતે અમદાવાદ પહોંચેલા 24 વર્ષીય મુસાફર પાસેથી લાખોની કિંમતનું સોનું જપ્ત કરવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ, મુસાફર જેદ્દાહથી દોહા થઈ અમદાવાદ આવ્યો હતો. કસ્ટમ્સ અધિકારીઓને તપાસ દરમિયાન મુસાફરની હિલચાલ શંકાસ્પદ જણાતા તેની સઘન તપાસ કરવામાં આવી હતી. તપાસમાં તેના શરીરમાં પેસ્ટના સ્વરૂપે સોનું છુપાવેલું હોવાનું સામે આવ્યું હતું. કસ્ટમ્સ અધિકારીઓએ કુલ 467.09 ગ્રામ સોનાની પેસ્ટ જપ્ત કરી હતી. આ પેસ્ટમાંથી 422.83 ગ્રામ 24 કેરેટ શુદ્ધ સોનાની લગડી બનાવવામાં આવી હતી. જપ્ત કરાયેલા સોનાની બજાર કિંમત 65.69 લાખ રૂપિયાથી વધુ હોવાનું સામે આવ્યું છે. કસ્ટમ્સ વિભાગે સોનું કબજે કરી ગોધરાના મુસાફરની ધરપકડ કરી છે. સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને સોનાની દાણચોરી પાછળ અન્ય કોઈ વ્યક્તિ કે નેટવર્ક સંડોવાયેલું છે કે કેમ તે અંગે તપાસ ચાલી રહી છે.

App Store