Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : The effect of double season in the state; heat will be felt in the afternoon

Ahmedabad news: રાજ્યમાં બેવડી ઋતુની અસર; આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો કેટલું રહેશે તાપમાન

Timeછેલ્લું અપડેટ : 17 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Ahmedabad news: રાજ્યમાં બેવડી ઋતુની અસર; આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો કેટલું રહેશે તાપમાન
સોર્સ : GSTV

ગુજરાતમાંથી ઠંડી હવે ગાયબ જ થઈ જતાં બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. તેવામાં હવામાન વિભાગે ગરમીને લઈને મોટી આગાહી કરી છે. ઉત્તર પૂર્વના ગરમ પવનો ફૂંકાતા હવે ગુજરાતમાં મહત્તમ તાપમાન 34થી 35 ડિગ્રી સુધી રહેશે. જ્યારે લઘુતમ તાપમાન 17થી 18 ડિગ્રી સુધી નોંધાવવાની શક્યતા સેવાઇ રહી છે. 

App Store

હાલ દિવસ રાતના તાપમાનમાં 17 ડિગ્રી સેલ્સિયસનો ફેરફાર

હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર પૂર્વના ગરમ પવનો ગુજરાતમાં ફુંકાવવાના ચાલુ થઈ ગયા છે જેથી સવારે થોડી ઠંડી અને બપોરે ગરમીનો એટલે કે મિશ્ર ઋતુનો અહેસાસ થશે. હવામાન વિભાગે એ પણ સ્પષ્ટ કર્યું છે કે ભલે ગરમીનો અનુભવ થઈ રહ્યો પણ સત્તાવાર રીતે હજુય શિયાળાની વિદાઇ થઈ નથી. આગામી 20 ફેબ્રુઆરી પછી ઠંડીમાં નહીંવત ઘટાડો નોંધાશે. હાલ દિવસ અને રાતના તાપમાનમાં 17 ડિગ્રી સેલ્સિયસ જેટલો ફેરફાર જોવા મળી રહ્યો છે. 

ડબલ સીઝનનો માહોલ

અમદાવાદમાં ગઈકાલે મહત્તમ તાપમાન 34 ડિગ્રી અને લઘુતમ તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. અમદાવાદના સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 2.9 ડિગ્રીનો વધારો નોંધાયો છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ઉત્તર ભારતમાં સતત સર્જાતાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે ત્યાં વરસાદ અને હિમવર્ષા થાય છે, જેના પરિણામે ફૂંકાતા ઠંડા પવનોની અસર છેક ગુજરાત સુધી જોવા મળે છે.

'વાદળછાયું વાતાવરણ રહેશે'

તો બીજી તરફ એક હવામાન નિષ્ણાતની આગાહી પ્રમાણે, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદી ઝાપટાં કે વાદળછાયું વાતાવરણ રહી છે. આગામી બે ત્રણ દિવસ હવામાનમાં પલટો આવવાની પૂરેપૂરી સંભાવનાઓ છે. 18 ફેબ્રુઆરીએ બંગાળના ઉપસાગરમાં એક લો પ્રેશર બની શકે છે, જે વેલ માર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થયા તો ભેજ અરબી સમુદ્ર તરફ આવી શકે છે. જેની અસર સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત દરિયાકાંઠાના ભાગોમાં વાદળછાયું વાતાવરણ અથવા કમોસમી વરસાદની પડી શકે છે.