Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Terror of anti-social elements in Maninagar, attacked on two youths

VIDEO: મણિનગરમાં અસામાજિક તત્વોનો આતંક, નાસ્તો કર્યા બાદ પૈસા માંગ્યા તો બે યુવકો પર કર્યો હુમલો

Timeછેલ્લું અપડેટ : 28 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : AI,GSTV

અમદાવાદનું હ્રદય ગણાતા મણિનગર વિસ્તારમાં નાસ્તાની લારીએ લુખ્ખા તત્ત્વોએ ભરપેટ નાસ્તો ખાધો બાદમાં પૈસા આપવાનું કહ્યું તો બે યુવક પર ઘાતકી હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. 

App Store

લુખ્ખાઓનો આતંક

સમગ્ર ઘટનાના સીસીટીવી હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ રહ્યા છે. લોકો પોલીસને પૂછી રહ્યા છે કે સોશિયલ મીડિયામાં સક્રિય રહેતી અમદાવાદ પોલીસને કેમ આવી ઘટનાઓ દેખાતી નથી, અનેક એવા કિસ્સાઓ સામે આવ્યા છે, જ્યારે સામાન્ય લોકોને લુખ્ખાઓ હેરાન કરી રહ્યા છે અને પોલીસ બસ after અને beforeનો વીડિયો મૂકી માફી મંગાવી સંતોષ માની રહી છે.  

યુવક ગંભીર રીતે ઘાયલ 

દ્રશ્યોમાં સ્પષ્ટ દેખાય છે કે રિક્ષા ભરબજારમાં અધવચ્ચે મૂકી આવારા તત્ત્વો લારીવાળા યુવકો દ્રષ્ટાંત મોદી અને તેના મિત્ર અભયસિંહ સાથે ઝઘડો કરી રહ્યા છે, મામલો ઉગ્ર બનતા બંને યુવકો જીવ બચાવવા નાસી છૂટે છે, ત્યારે 4-5 આરોપીઓ તેમની પાછળ દોડી તેમની સાથે જીવલેણ મારામારી કરે છે. હદ તો ત્યારે થાય છે કે યુવક પર રિક્ષા ચઢાવવાનો પણ પ્રયાસ કરવામાં આવે છે. હાલ ગંભીર રીતે ઘાયલ એક યુવક એલજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. 

આ સમગ્ર ઘટનામાં એક જ પ્રશ્ન છે કે લાજવાને બદલે ગાજતી પોલીસ અને ક્યાં છે! કેમ ગુંડાઓની હિંમત દિવસે ને દિવસે વધી રહી છે. આવા લુખ્ખા તત્ત્વો સામે દાખલારૂપ કાર્યવાહી થશે કે કેમ તે યક્ષ પ્રશ્ન છે, હાલ તો મણિનગર પોલીસે ગુનો નોધી વધુ તપાસ શરૂ કરી છે. નેતાઓના સુરક્ષિત ગુજરાતના દાવાઓ પર તમાચો મારતી આવી ઘટનાઓ ફરી ન બને તે માટે માત્ર વાતો નહીં પણ એક્શન જરૂરી છે.