Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : T20 World Cup 2026: Sundar Pichai became the attraction of the match, ICC President Jay Shah welcomed him with a memento

T20 World Cup 2026 : સુંદર પિચાઈ બન્યા મેચનું આકર્ષણ, ICC અધ્યક્ષ જય શાહે મોમેન્ટો આપી કર્યું સ્વાગત

Timeછેલ્લું અપડેટ : 22 Feb 2026
લાઇવ ટીવીGoogle News
T20 World Cup 2026 : સુંદર પિચાઈ બન્યા મેચનું આકર્ષણ, ICC અધ્યક્ષ જય શાહે મોમેન્ટો આપી કર્યું સ્વાગત
સોર્સ : GSTV

T20 World Cup 2026 : ટી20 વર્લ્ડ કપ 2026ના રોમાંચક મુકાબલાઓ અત્યારે ચરમસીમા પર છે. આજે રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ભારત અને દક્ષિણ આફ્રિકાની હાઈ-વોલ્ટેજ મેચમાં એક અદભુત દ્રશ્ય જોવા મળ્યું હતું. વિશ્વની દિગ્ગજ ટેક કંપની ગૂગલના CEO સુંદર પિચાઈએ સ્ટેડિયમમાં હાજરી આપીને સૌને ચોંકાવી દીધા હતા.

App Store

સુનિલ ગાવસ્કર સાથે ટ્રોફી લઈને આવ્યા
મેચની શરૂઆત પૂર્વે સુંદર પિચાઈ ભારતના પૂર્વ દિગ્ગજ કેપ્ટન અને લિટલ માસ્ટર સુનિલ ગાવસ્કર સાથે મેદાન પર વિશ્વ કપની ટ્રોફી લઈને આવ્યા હતા. સ્ટેડિયમમાં હાજર હજારો પ્રેક્ષકોએ તાળીઓના ગડગડાટ સાથે આ દ્રશ્યને વધાવી લીધું હતું. પિચાઈનો ક્રિકેટ પ્રત્યેનો પ્રેમ જગજાહેર છે અને અમદાવાદમાં તેમની હાજરીએ મેચનો રોમાંચ બેવડાવી દીધો હતો.

જય શાહ સાથે મુલાકાત
આ ખાસ મુલાકાત દરમિયાન સુંદર પિચાઈએ ICC અધ્યક્ષ જય શાહ સાથે પણ મુલાકાત કરી હતી. જય શાહે પિચાઈનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું અને તેમને યાદગીરી રૂપે એક મોમેન્ટો ભેટ આપી હતી. જય શાહે આ મુલાકાતની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી, જે જોતજોતામાં વાયરલ થઈ ગઈ હતી.

અમદાવાદના સ્ટેડિયમમાં આ રીતે દિગ્ગજોની હાજરીથી સાબિત થાય છે કે ભારત અત્યારે વિશ્વ ક્રિકેટ અને ટેક્નોલૉજી (Technology) બંનેનું હબ બની રહ્યું છે.