VIDEO: Ahmedabadમાં ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ બાદ તંત્ર જાગ્યું; 147 જગ્યાએ દરોડા, 30ને નોટિસ અને 4 એકમો સીલ!
અમદાવાદ શહેરમાં દર વખતે કોઈ મોટી હોનારત થાય અને નિર્દોષ નાગરિકો જીવ ગુમાવે, ત્યાર પછી જ તંત્ર ઊંઘમાંથી જાગે છે તેવો જ ઘાટ ફરી એકવાર જોવા મળ્યો છે. રામોલ-વસ્ત્રાલ ગત્રાડ રોડ પર આવેલી ફટાકડા ફેક્ટરીમાં થયેલા ભીષણ વિસ્ફોટ બાદ જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC)નું ફાયર વિભાગ સફાળું જાગ્યું છે. લોકરોષથી બચવા માટે ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસ વિભાગ દ્વારા 19 જુલાઈ, 2026ના રોજ શહેરના તમામ 7 ઝોનમાં દોડધામ કરીને 147 સ્થળોએ સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં નિયમોનું ઉલ્લંઘન કરતા 30 એકમોને નોટિસ અને 4 એકમોને સીલ કરવામાં આવ્યા છે.
ફટાકડા ફેક્ટરીના મોતના તાંડવ બાદ ફાયર વિભાગ લાલઘૂમ
બીજી તરફ, તપાસમાં સામે આવ્યું છે કે આ જીવલેણ વિસ્ફોટ જે જગ્યા પર થયો હતો તે ફેક્ટરી ભાડાની જમીન પર ગેરકાયદેસર રીતે ધમધમી રહી હતી, જેથી આ હોનારત બાદ આબરૂ બચાવવા માટે જગ્યાના મૂળ માલિક દ્વારા તાબડતોબ બુલડોઝર ફેરવીને ગેરકાયદેસર માળખાને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું છે. તંત્ર દ્વારા આ આકરી ઝુંબેશ આવતીકાલથી પણ ચાલુ રાખવામાં આવશે.
ઝોન વાઇઝ તપાસ અને નોટિસનો અહેવાલ
|
ઝોન
|
તપાસ કરેલી એકમની સંખ્યા
|
નોટિસ
|
|
પશ્ચિમ ઝોન
|
24
|
0
|
|
મધ્ય ઝોન
|
44
|
4
|
|
ઉત્તર ઝોન
|
15
|
1
|
|
દક્ષિણ પશ્ચિમ ઝોન
|
21
|
21
|
|
દક્ષિણ ઝોન
|
34
|
1
|
|
ઉત્તર પશ્ચિમ ઝોન
|
4
|
3
|
|
પૂર્વ ઝોન
|
5
|
0
|
|
કુલ
|
147
|
30
|
નોટિસ આપવામાં આવેલા એકમોના નામ
એબીસી ટ્રાન્સપોર્ટ
આઈ. એસ. લોજિસ્ટિક્સ
યાર્ડ શોપિંગ મોલ
ઓલા ઈલેક્ટ્રિક સર્વિસ સેન્ટર
ગુડલક ફર્નિચર
રેઝા ફર્નિચર મોલ
હોનેસ્ટ ડેકોર પ્રાઇવેટ લિમિટેડ
અક્ષત શાહ ફર્નિચર
પુથાવાલા પેકેજિંગ
સાલાસાર લેમિનેટ Lઇમિટેડ
એસ. કે. ડિઝાઇનર
રેની કોસ્મેટિક કંપની
વેસ્ટ પોઈન્ટ હોન્ડા
માલુ સરફેસ કોટિંગ
ઓટો માર્ટ
એર પાવર સર્વિસ
રાજેન ઓટો
એમ. એમ. એન્ટરપ્રાઇઝ
એસ. કે. ટાઇલ્સ
આવકાર ઓટો પાર્ટ્સ
તાઝબાની
અવિનાશ ટ્રેડર્સ - સિઝનલ
ગુજરાત પાપડ ભંડાર
જય હિન્દ સ્ટોર્સ
રાધે સિઝનલ સ્ટોર્સ
મા અંબિકા સિઝનલ સ્ટોર
હીના ટ્રેડર્સ
ચાઇના ફટાકડા
ગુરુકૃપા ફટાકડા
માનવ મંદિર ફટાકડા
સીલ કરવામાં આવેલા એકમોના નામ અને વિસ્તારની વિગત
|
માલિકનું નામ
|
વિસ્તાર / સરનામું
|
|
કાંતિભાઈ ચીનીલાલ શ્રીમાળી
|
સર્વે નંબર 630, વસ્ત્રાલ, ગામ દસક્રોઈ, અમદાવાદ
|
|
મોહસીનખાન સિદ્દીકખાન પઠાણ
|
સર્વે નંબર 143/1, બક્ષીના કુવા પાસે, નબીમીયાનું ખેતર, રામોલ, અમદાવાદ
|
|
જીશાનુદીન ઝહીરુદીન સૈયદ
|
03/નારોલ, અમદાવાદ
|
|
કમરૂદ્દીન બદરરુદ્દીન સૈયદ(“કિંગ ફાયર વર્કસ”)
|
સર્વે નંબર 66/3, જુના રાગણી માતાના મંદિર પાસે, ગ્યાસપુર ગામ, વટવા, અમદાવાદ
|

