VIDEO: Ahmedabadમાં વેપારી સાથે કરોડોની છેતરપિંડી
સોર્સ : gstv
અમદાવાદમાં રિયલ એસ્ટેટનો વ્યવસાય કરતા એક વૃદ્ધ વેપારીને પાણીની બોટલ બનાવવાનો નવો પ્લાન્ટ શરૂ કરવા અને તેમાં 50 ટકા નફાની ભાગીદારી આપવાની લાલચ આપી 1.55 કરોડ રૂપિયાથી વધુની રકમ પડાવી લેવામાં આવી છે. ચોંકાવનારી વાત એ છે કે આ ખેલ કરનાર અન્ય કોઈ નહીં, પરંતુ વેપારીની જ ઓફિસ કોમ્પ્લેક્સમાં છેલ્લા 10 વર્ષથી મેનેજર તરીકે ફરજ બજાવતો વફાદાર કર્મચારી, તેનો પુત્ર અને પુત્રવધૂ છે. આ અંગે ભોગ બનનાર વેપારીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

