Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Meghmeher in Ahmedabad; One and a half inches of rain fell on the city in 24 hours, the highest in nineteen, more than 4 inches

VIDEO: Ahmedabadમાં મેઘમહેર; 24 કલાકમાં શહેરમાં દોઢ ઇંચ વરસાદ, ઓગણજમાં સૌથી વધુ 4 ઇંચ કરતા વધુ ખાબક્યો

Timeછેલ્લું અપડેટ : 05 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કંટ્રોલ રૂમ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં એટલે કે, ગઈકાલે (ચોથી જુલાઈ) સવારે 6:00 વાગ્યાથી આજે (પાંચમી જુલાઈ) સવારે 6:00 વાગ્યા સુધી સિટીમાં સરેરાશ 39.15 મીમી એટલે કે, અંદાજે 1.54 ઈંચ વરસાદ થયો છે. આ વરસાદ સાથે શહેરમાં સિઝનનો કુલ સરેરાશ વરસાદ 63.15 મીમી એટલે કે 2.49 ઈંચ પર પહોંચી ગયો છે. આમ, શહેરમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે અને ઘણાં વિસ્તારોમાં 2 ઈંચ કે તેથી વધુ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

App Store

આ વિસ્તારમાં સૌથી વધુ વરસાદ થયો

શહેરના ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ ઝોનના વિસ્તારોમાં વધુ વરસાદ થયો છે. છેલ્લા 24 કલાકના આંકડાઓ પર નજર કરીએ તો, ઓગણજ વિસ્તારમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે. અહીં 105 મીમી એટલે કે 4 ઈંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ગોતા, રાણીપ, અને સરખેજ જેવા વિસ્તારોમાં પણ 2.3થી 2.8 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.

•ઓગણજ: 105.00 મીમી (અંદાજે 4.13 ઈંચ)
•ગોતા: 72.00 મીમી (અંદાજે 2.83 ઈંચ)
•રાણીપ: 66.00 મીમી (અંદાજે 2.60 ઈંચ)
•સરખેજ: 60.50 મીમી (અંદાજે 2.38 ઈંચ)
•મેમનગર: 58.50 મીમી (અંદાજે 2.30 ઈંચ)
•ચાંદલોડિયા: 55.50 મીમી (અંદાજે 2.19 ઈંચ)
•જોધપુર (ઝોનલ): 55.50 મીમી (અંદાજે 2.19 ઈંચ)
•ચાંદખેડા: 54.50 મીમી (અંદાજે 2.15 ઈંચ)
•સાયન્સ સિટી: 54.00 મીમી (અંદાજે 2.13 ઈંચ)
•બોપલ: 53.00 મીમી (અંદાજે 2.09 ઈંચ)

વાસણા બેરેજની સ્થિતિ

AMCના રિપોર્ટ અનુસાર વાસણા બેરેજની સપાટી હાલ 132.50 ફૂટ એટલે કે, 40.386 મીટર નોંધવામાં આવી છે. નદીમાં હાલ નવો કોઈ ઈનફ્લો નથી અને કેનાલ મારફતે 600 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જ્યારે બેરેજના તમામ દરવાજા બંધ રાખવામાં આવ્યા છે.