Video: ધોલેરામાં પિતા-પુત્રનો આપઘાત, સમગ્ર પંથકમાં શોકનો માહોલ

ધોલેરા તાલુકાના કાદીપુર ગામમાં હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં પિતા અને પુત્રએ ઝેરી દવા પી લેતા બંનેના કરુણ મોત નિપજ્યા છે. મળતી માહિતી મુજબ, કાદીપુર ગામના વિનોદભાઈ બિજલ ગોહેલ અને તેમના પુત્ર રોહનભાઈએ ગત રાત્રિના સમયે અલગ-અલગ રૂમમાં જઈને ઘઉંમાં નાખવાની ઝેરી દવા પી લીધી હતી. આ ઘટનાની જાણ થતાં પરિવારજનોમાં દોડધામ મચી ગઈ હતી અને સમગ્ર ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. ઘટના અંગે જાણ થતાં ધોલેરા પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ઘરકંકાસને કારણે પિતા-પુત્રએ આ અંતિમ પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું છે. હાલ પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ શરૂ કરી છે.
જાહેરાત










