મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ધોલેરામાં કાર સળગી દોઢ વર્ષના માસુમ સહિત બે લોકોના મોત

અમદાવાદના ધોલેરામાં કાર પલટી મારીને સળગી જતાં દોઢ વર્ષના બાળક અને તેની માત

તસવીર: gstv

અમદાવાદના ધોલેરામાં કાર પલટી મારીને સળગી જતાં દોઢ વર્ષના બાળક અને તેની માતાનું દુ:ખદ મોત થયું છે..ઘટનામાં કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતાં કાર પલટી મારી અને આગ ભભૂકી ઊઠી હતી. કારમાં પતિ-પત્ની, તેમનું દોઢ વર્ષનું બાળક અને સસરા સવાર હતા. આમાંથી માતા અને બાળક આગમાં ભડતાં બન્યાં, જ્યારે પતિ અને સસરાનો આબાદ બચાવ થયો. બંને ઇજાગ્રસ્તોને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. સુરતના ઓતારીયા ગામના આ પરિવારના સભ્યો ધોલેરા આવ્યા હતા. ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો. પોલીસ તપાસ કરી રહી છે.

આ સમાચાર શેર કરો