VIDEO: જેતપુર સરકારી હોસ્પિટલમાં દર્દી સાથેના યુવકના ખિસ્સામાં રહેલો મોબાઈલ ફાટતા અફરાતફરી
રાજકોટની જેતપુર સરકારી હોસ્પિટલમાં એક અનોખી અને ચોંકા

રાજકોટની જેતપુર સરકારી હોસ્પિટલમાં એક અનોખી અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલા એક દર્દી સાથેના યુવકના ખિસ્સામાં રહેલા મોબાઈલ ફોનમાંથી અચાનક ભારે ધુમાડો નીકળવા લાગ્યો હતો. ગભરાઈ ગયેલા યુવકે મોબાઈલ ફોનને બહાર કાઢી જમીન પર ફેંકી દીધો હતો. ત્યાં હાજર લોકોએ સમયસૂચકતા વાપરીને તાત્કાલિક પાણી છાંટીને આગને કાબૂમાં લીધી હતી. આ આકસ્મિક ઘટનાને કારણે થોડા સમય માટે હોસ્પિટલ પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે આ ગંભીર અકસ્માતમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી..




