VIDEO: રાજકોટઃ જેતપુર પંથકમાં ભૂકંપના આંચકાથી લોકોમાં ભારે ફફડાટ
સોર્સ : gstv
રાજકોટ જિલ્લાના જેતપુર, ધોરાજી અને ઉપલેટા પંથકમાં મોડીરાત્રે ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચના ડેટા મુજબ, રાત્રે 2.38 કલાકે 3ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. જેનું કેન્દ્રબિંદુ જેતપુરના પેઢલા પાસે જમીનમાં 6.3 કિલોમીટરની ઊંડાઈએ હતું. અચાનક ધરતી ધ્રૂજવાને કારણે લોકો ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા અને ભયનો માહોલ સર્જાયો હતો, જોકે સદનસીબે આ કુદરતી ઘટનામાં અત્યાર સુધી કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના સમાચાર મળ્યા નથી.

