Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Student commits suicide in Gujarat University guest house, police launch investigation

Ahmedabad news: આત્મહત્યા પહેલા યુવતી મિત્રો સાથે હસી-મજાક કરી રહી હતી, હોસ્ટેલમાં યુવતીના આપઘાત મામલે નવો વળાંક

Timeછેલ્લું અપડેટ : 07 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Ahmedabad news: આત્મહત્યા પહેલા યુવતી મિત્રો સાથે હસી-મજાક કરી રહી હતી, હોસ્ટેલમાં યુવતીના આપઘાત મામલે નવો વળાંક
સોર્સ : GSTV

ગુજરાત યુનિવર્સિટીના ગેસ્ટ હાઉસમાં વિદ્યાર્થિનીએ આપઘાત કરી જીવન ટૂંકાવતા ચકચાર મચી હતી. યુનિવર્સિટી પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. જો કે આત્મહત્યા કરવાનું કારણ અકબંધ છે. યુવતી ચાર્જર લેવા જઉં છું તેમ કહીને રૂમ પર ગયેલી મહેશ્વરી પરત ન આવતા તેની મિત્રએ તપાસ કરી હતી, જ્યાં મહેશ્વરી ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. 

App Store

 આત્મહત્યા પાછળનું કારણ અકબંધ 

અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલ કેમ્પસમાં આવેલા ગેસ્ટ હાઉસમાં ૨૧ વર્ષીય વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો છે. મૂળ બોટાદની અને એલ.ડી. આર્ટ્સ કોલેજમાં અભ્યાસ કરતી મહેશ્વરી NSS કેમ્પમાં સીનિયર વોલેન્ટિયર તરીકે સામેલ હતી. ગઈકાલે બપોરે ચાર્જર લેવા જઉં છું તેમ કહીને રૂમ પર ગયેલી મહેશ્વરી પરત ન આવતા તેની મિત્રએ તપાસ કરી હતી, જ્યાં મહેશ્વરી ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. ચોંકાવનારી વાત એ છે કે, ઘટનાના થોડા સમય પહેલા જ તે મિત્રો સાથે હસી-મજાક કરી રહી હતી. યુનિવર્સિટી પોલીસે ઘટનાસ્થળે પહોંચી અન્ય વિદ્યાર્થીઓના નિવેદન લેવાની પ્રક્રિયા હાથ ધરી છે. જોકે, હજુ સુધી આત્મહત્યા પાછળનું કારણ અકબંધ છે.