Video: શાળા સંચાલકો, આચાર્યોને કચેરીના નામે કોઈપણ વ્યવહારની માંગણી થાય તો સીધો ડીઈઓનો સંપર્ક કરવા સૂચના

સોર્સ: gstv

અમદાવાદના જિલ્લા શિક્ષણ અધિકારી એટલે કે ડીઈઓ દ્વારા શાળા સંચાલકો અને આચાર્યોને મોકલવામાં આવેલા એક મેસેજથી ચર્ચા જાગી છે. મેસેજમાં સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે ડીઈઓ કચેરીના નામે કોઈ કચેરીના કર્મચારી કે બાહ્ય વ્યક્તિ કોઈ માંગણી કરે તો તેને સ્વીકારવી નહીં. કચેરીમાં કામ કરાવવા માટે કોઈ વ્યક્તિ વ્યવહાર કે નાણાંની માંગણી કરે તો તે આપવું નહીં તેવી પણ સૂચના આપવામાં આવી છે. આવી કોઈ અઘટિત માંગણી થાય તો સીધો ડીઈઓનો સંપર્ક કરવા જણાવાયું છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત