VIDEO: 13 જાન્યુઆરીએ યોજાશે શ્રેયાર્થ યુનિવર્સિટીનો બીજો દિક્ષાંત સમારોહ
સોર્સ : gstv
છેવાડાના નાના વિદ્યાર્થીઓને આગળ વધારવાનો નવો પ્રકલ્પ એટલે શ્રેયાર્થ યુનિવર્સિટી. વિવિધ ફેકલ્ટીમાં છેવાડાના ગામડાંઓના વિદ્યાર્થીઓને તેમજ શહેરના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ પૂરું પાડવાના ધ્યેય સાથે શ્રેયાંસ શાહ દ્વારા આ યુનિવર્સિટી શરૂ કરાઈ છે. જેનો બીજો દિક્ષાંત સમારોહ આગામી 13 જાન્યુઆરીના રોજ યોજાશે. જેમાં 101 વિદ્યાર્થીઓને ડિગ્રીઓ એનાયત કરવામાં આવશે. 2 ટોપ વિદ્યાર્થીઓને સુવર્ણ ચંદ્રકથી સન્માનિત કરાશે.

