Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Shortage of teachers in schools: 6,000 posts vacant, education deteriorated

VIDEO: શાળાઓમાં શિક્ષકોની અછત: 6 હજાર જગ્યાઓ ખાલી, અભ્યાસ બગડ્યો

Timeછેલ્લું અપડેટ : 02 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ગુજરાતમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થયે એક મહિનો થવા છતાં ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ભારે અછત છે. ખાસ કરીને ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન જેવા મુખ્ય વિષયોમાં રાજ્યભરમાં આશરે 6 હજાર જેટલી જગ્યાઓ ખાલી હોવાથી વિદ્યાર્થીઓનું ભણતર બગડી રહ્યું છે. દૂરના વિસ્તારોમાં બદલી થવાના કારણે ઘણા શિક્ષકો હાજર થતા નથી.આ ગંભીર સમસ્યા અંગે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે સરકારમાં રજૂઆત કરી છે. તેમણે માંગ કરી છે કે શાળાઓને તાત્કાલિક ધોરણે 'પ્રવાસી શિક્ષકો' રાખવાની મંજૂરી આપવામાં આવે, જેથી શૈક્ષણિક નુકસાન અટકાવી શકાય. હવે સરકારના નિર્ણય પર સૌની નજર છે.

App Store