Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Semi-high-speed train to run between Ahmedabad-Dholera, Rs. 20,665 crore project cost

VIDEO: અમદાવાદ-ધોલેરા વચ્ચે દોડશે સેમી હાઈ-સ્પીડ ટ્રેન, રૂ. 20,665 કરોડના મેગા પ્રોજેક્ટને મળી લીલી ઝંડી

Timeછેલ્લું અપડેટ : 13 May 2026
લાઇવ ટીવીGoogle News
VIDEO: અમદાવાદ-ધોલેરા વચ્ચે દોડશે સેમી હાઈ-સ્પીડ ટ્રેન, રૂ. 20,665 કરોડના મેગા પ્રોજેક્ટને મળી લીલી ઝંડી
સોર્સ : Google

આજે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં 4 મહત્વના નિર્ણય લેવામાં આવ્યા, જેમાં ખેડૂતો માટે ટેકાના ભાવ માટે 2 લાખ 50 હજાર કરોડથી વધુ રકમની મંજૂરી આપવામાં આવી છે. અમદાવાદ (સરખેજ)થી ધોલેરા વચ્ચે સેમી હાઈ-સ્પીડ ડબલ-લાઇન રેલ પ્રોજેક્ટને સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવી છે. બ્રીફિંગ દરમિયાન  કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આપેલી માહિતી મુજબ સરકારે કેબિનેટ બેઠકમાં કુલ રૂપિયા 3,18,165 કરોડના મહત્વના પ્રોજેક્ટ્સ અને યોજનાઓને મંજૂરી આપી છે.

App Store

અમદાવાદ-ધોલેરા સેમી હાઈ-સ્પીડ ડબલ લાઈન રેલ પ્રોજેક્ટની મંજૂરી

ગુજરાતના ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. ધોલેરામાં ભારતનો પ્રથમ સેમીકન્ડક્ટર પ્લાન્ટ આકાર લઈ રહ્યો છે અને તેને એક વિશાળ ઇન્ડસ્ટ્રિયલ હબ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. આ રેલ પ્રોજેક્ટ પાછળ અંદાજે 20,665 કરોડનો ખર્ચ કરવામાં આવશે. આ પ્રોજેક્ટથી ધોલેરા ઇન્ડસ્ટ્રિયલ સિટી અને અમદાવાદ વચ્ચેની કનેક્ટિવિટી ઝડપી બનશે, જે સેમીકન્ડક્ટર ઉદ્યોગ અને સ્થાનિક વેપાર માટે ગેમ-ચેન્જર સાબિત થશે.

ખરીફ પાક માટે MSP

કેબિનેટ બેઠકમાં ખેડૂતો માટે પણ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જે થકી વર્ષ 2026-27ની સીઝન માટે ખરીફ પાકના લઘુત્તમ ટેકાના ભાવ (MSP) પેટે રૂપિયા 2,60,000 કરોડ ફાળવવામાં આવ્યા છે.

કોલ ગેસિફિકેશન સ્કીમ

દેશને ઉર્જા ક્ષેત્રે સ્વનિર્ભર બનાવવા માટે રૂપિયા 37,500 કરોડની કોલ ગેસિફિકેશન યોજનાને મંજૂરી અપાઈ છે.

નાગપુર એરપોર્ટ

નાગપુર ઇન્ટરનેશનલ એરપોર્ટના અપગ્રેડેશન માટે મહત્વનો પોલિસી નિર્ણય લેવામાં આવ્યો છે.