VIDEO : નવા નરોડામાં મહિલાઓ દ્વારા સિક્યુરિટી ગાર્ડ પર હુમલો, ક્રિકેટ રમતા બાળકોને ધમકાવતા થઈ માથાકૂટ
સોર્સ : gstv
અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં ક્રિકેટ રમવા જેવી સામાન્ય બાબતમાં ભારે માથાકૂટ અને મારામારીની ઘટના સામે આવી છે. સોસાયટીના સિક્યુરિટી ગાર્ડે અગાઉ ક્રિકેટ રમી રહેલા બાળકોને ધમકાવ્યા હતા અને ત્યારબાદ તેમને મારવાનો પણ પ્રયાસ કર્યો હોવાનો આરોપ છે. સિક્યુરિટી ગાર્ડની આ હરકતથી ભારે નારાજ થયેલી એક મહિલા ગુસ્સામાં આવી ગઈ હતી અને હાથમાં ક્રિકેટનું બેટ લઈને સિક્યુરિટી ગાર્ડ પર તૂટી પડી હતી.

