VIDEO : AMC બિલ્ડીંગ, CMO કાર્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં સુરક્ષા એજન્સીઓમાં દોડધામ
સોર્સ : gstv
અમદાવાદ શહેરમાં ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ છે. ડોક્ટર હેડગેવાર ભવનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બિલ્ડીંગ અને CMO કાર્યાલયને પણ સમાન પ્રકારની ધમકી મળી છે. અગાઉ પણ શહેરની શાળા, કોલેજો, એરપોર્ટ અને કોર્ટને આવી ધમકીઓ મળી ચૂકી છે, જેના કારણે તંત્ર સતત સતર્ક છે. હાલ તમામ સ્થળોએ પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે અને બોમ્બ સ્ક્વોડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ધમકીના સ્ત્રોતની તપાસ ચાલી રહી છે અને સમગ્ર મામલે ઉચ્ચ સ્તરે મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

