Gujaratમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે AAP ઉમેદવારોની બીજી યાદી જાહેર, જાણો કોને કોને મળી ટિકિટ?

સોર્સ : GSTV
આ યાદીમાં વિવિધ મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ તેમજ જિલ્લા પંચાયતોની બેઠકો માટે સક્ષમ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. પક્ષ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સંગઠન સાથે પરામર્શ કર્યા બાદ જનતાની વચ્ચે રહીને કામ કરી શકે તેવા ચહેરાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. બીજી યાદી જાહેર થતા જ કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પક્ષના નેતૃત્વએ તમામ જાહેર થયેલા ઉમેદવારોને અભિનંદન પાઠવી, વિજયી ભવના આશીર્વાદ સાથે પ્રચાર કાર્યમાં જોતરાવા આદેશ આપ્યો છે.

