Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Scam of running PG in housing scheme exposed in Ahmedabad

Ahmedabadમાં આવાસ યોજનામાં PG ચલાવવાના કૌભાંડનો પર્દાફાશ, ભાડે આપવા સોશિયલ મીડિયામાં અપાતી હતી જાહેરાત

Timeછેલ્લું અપડેટ : 17 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Ahmedabadમાં આવાસ યોજનામાં PG ચલાવવાના કૌભાંડનો પર્દાફાશ, ભાડે આપવા સોશિયલ મીડિયામાં અપાતી હતી જાહેરાત
સોર્સ : GSTV

ગુજરાતમાં સરકારી આવાસનો સૌથી મોટો દુરુપયોગ કરાતો પ્રથમ કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. સાયન્સ સિટીમાં આવેલી LIG 19 નામની આવાસ યોજનામાં ધમધોકાર પીજી(પેઇંગ ગેસ્ટ) ચલાવવામાં આવતું હતું. અરે હદ તો ત્યારે થાય છે જ્યારે હાઉસિંગના મકાનમાં પીજી ચલાવવા બાબતે તેમજ હોટલની જેમ ભાડે આપવા બાબતે સોશિયલ મીડિયામાં જાહેરાત પણ અપાતી હતી, અત્યાર સુધી સરકારી આવાસો ભાડે આપવામાં આવતા હોય તેવી ઘટનાઓ સામે આવી હતી પણ આવાસ યોજનાના મકાનમાં પીજી ચાલતું હોય તે પ્રકારની આ પ્રથમ ઘટના છે. 

App Store

કેવી રીતે સમગ્ર મામલો ઉજાગરો થયો?

સાયન્સ સિટી વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના LIG 19, એવરેસ્ટ એન્કલેવમાં કુલ છ બ્લોક તથા 336 મકાન આવેલા છે. જેમાં આવેલ બ્લોક નંબર 2, મકાન નંબર 305 તથા બ્લોક નંબર 5માં મકાન નંબર 105 ભાડે આપવાની ચોક્કસ બાતમી મળી હતી. આવાસ યોજનાના મકાનોનું AIRBNB વેબસાઈટ પર ઓનલાઈન બુકિંગ કરવામાં આવતું હતું. ઘણી વખત બે થી ત્રણ દિવસ માટે મકાન ભાડે આપતા હોવાની પુરાવા પણ મળ્યા હતા. જે બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વિજિલન્સ ટીમ સક્રિય થઈ હતી અને 336 મકાનો પૈકીના કુલ 43 મકાનોનું ચેકિંગ કરતાં સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. જેમાં35 મકાન બંધ હાલતમાં હતા. 7 મકાનનો વપરાશ પોતે અથવા સગા સંબંધી કરતાં હતા તેમજ કુલ 1 મકાન ભાડે હોવાનું બહાર આવ્યું હતું.

તપાસનો ધમધમાટ શરૂ

સોસાયટીના રહીશોનો દાવો છે કે અહીં પીજી પણ ચલાવવામાં આવતું હતું. ઘણી વખત બહારથી ફરવા આવતા લોકોને તે ભાડે પણ આપવામાં આવતું હતું જેના એક દિવસના બે થી ત્રણ હજાર વસૂલવામાં પણ આવતા હતા. સમગ્ર મામલો વિજિલન્સના ચેકિંગમાં બહાર આવતા હવે મકાન માલિક કોણ છે અને કેટલા સમયથી નિયમોનો ભંગ કરી મકાન ભાડે કે પીજીમાં અપાતું હતું તેની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. 

હાઉસિંગ કમિટીના ચેરમેને સમગ્ર મામલે જણાવ્યું હતું કે, વર્ષ 2025માં આવાસ યોજનાના મકાનો ફાળવવામાં આવ્યા હતા. એક જ વર્ષમાં ઘણા મકાનો ભાડે ચડાવી દેવામાં આવ્યા છે. અમુક મકાનનું AIRBNB સાઈટ પર ઓનલાઈન બુકિંગ પણ થયું હતું જે આધારે વિજિલન્સની ટીમે કાર્યવાહી કરી છે. જો લાભાર્થી સિવાય અન્ય લોકો રહેતા હશે કે પછી મકાનો ભાડે આપવામાં આવ્યા હશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમજ તેવા મકાનો સીલ કરી દેવાશે.