VIDEO : નિકોલમાં ટેન્ડરના નામે રૂ.૧૧ લાખની ઠગાઈ
સોર્સ : GSTV
રૂ.11 લાખની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. મહારાષ્ટ્રમાં 170 કરોડ રૂપિયાની ગટર લાઈનના કોન્ટ્રાક્ટની લાલચ આપી આરોપી નિલેશ ભસમે વેપારીનો વિશ્વાસ જીત્યો હતો. વોટ્સએપ પર ટેન્ડરના ડ્રાફ્ટ મોકલી અને રૂબરૂ મુલાકાત કરીને આરોપીએ એડવાન્સ કમિશન પેટે RTGS મારફતે રૂ.11 લાખ મેળવ્યા હતા. જોકે એક વર્ષ વીતી જવા છતાં ટેન્ડર ન મળતાં વેપારી હરેશભાઈને ઠગાઈનો અહેસાસ થયો હતો. આરોપીએ ફોન ઉપાડવાનું બંધ કરતાં નિકોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

