VIDEO : ધોળકાના કોઠ ગામમાં લૂંટનો ભેદ ઉકેલાયો
સોર્સ : GSTV
અમદાવાદના ધોળકા તાલુકાના કોઠ ગામમાં થયેલી સનસનાટીભરી લૂંટનો ભેદ ઉકેલવામાં અમદાવાદ ગ્રામ્ય પોલીસને મોટી સફળતા મળી છે. મંકી કેપ પહેરીને આવેલા ચાર લૂંટારુઓએ સીસીટીવી કેમેરામાં કેદ થયા બાદ એક દંપતીને બંધક બનાવી, છરીની અણીએ મોંઘા ફોન, દાગીના અને રોકડ સહિત કુલ 2.11 લાખની મતા લૂંટી લીધી હતી. પોલીસે ટેકનિકલ પુરાવા અને બાતમીના આધારે ત્રણ શંકાસ્પદ આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી લૂંટનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલ ધોળકા પોલીસે આ ગુનામાં સંડોવાયેલા અન્ય ફરાર આરોપીની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા છે.

