Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : receiving another threat to blow up the Gujarat High Court with a bomb

Ahmedabad news: ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ફરી ધમકી મળતા પરિસરમાં ચેકિંગ હાથ ધરાયું

Timeછેલ્લું અપડેટ : 01 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Ahmedabad news: ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ફરી ધમકી મળતા પરિસરમાં ચેકિંગ હાથ ધરાયું
સોર્સ : GSTV

 Ahmedabad news:  રાજ્યની સૌથી મોટી એટલે કે, ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ફરી એકવાર ધમકી મળી છે. જેથી અત્યાર સુધી કુલ પાંચમી વાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી ચુકી છે. જેને લઈ હાઈકોર્ટ તંત્રએ આખા પરિસરમાં ચેકિંગ હાથ ધર્યું છે. ગુજરાત હાઈકોર્ટના રજીસ્ટ્રારને ઈ-મેઈલથી આ અંગેની ધમકી હતી. જેને ગંભીરતાથી લઈ આખા કોર્ટ પરિસરમાં  BDDSની ટીમ, પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. કોર્ટમાં આવતાં-જતાં લોકોની તપાસ કરવામાં આવી હતી.

App Store

મળતી માહિતી અનુસાર, એસ.જી. હાઈવે પર આવેલા સોલા સિવિલ હોસ્પિટલની બાજુમાં ગુજરાત હાઈકોર્ટના રજિસ્ટ્રારને કોઈ અજાણ્યા ઈ-મેઈલથી હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ અગાઉ પાંચ વાર આવી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ અગાઉ ગત અઠવાડિયે જ ધમકી મળી હતી. જેમાં લખ્યું હતું કે, લોહીના ખાબોચિયા જોવા મળશે. જે તે સમયે પણ હાઈકોર્ટમાં સઘન તપાસ કરાઈ હતી. પરંતુ વાંધાજનક કશું નહોતું મળ્યું. આ વખતે પણ ધમકી મળતા તંત્ર એલર્ટ થઈને સ્થાનિક પોલીસ, હાઈકોર્ટ તંત્ર અને BDDSની આખી ટીમ દ્વારા ગુજરાત હાઈકોર્ટના પરિસરના ખૂણે-ખૂણે તપાસ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આની પહેલા  3 જૂન, 9 જૂન, 20 ઓગસ્ટ અને 15 સપ્ટેમ્બરે બોમ્બથી ઉડાવાની ધમકી મળી હતી.