Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : public raided a liquor party and caught the drunkards, the police registered light section

VIDEO: કાલુપુરમાં દારૂની મહેફિલ પર જનતાએ રેડ પાડી પીધેલાને પકડ્યા, પોલીસે હળવી કલમો હેઠળ ગુનો નોંધતા સ્થાનિકોમાં રોષ

Timeછેલ્લું અપડેટ : 14 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : Grok Ai

અમદાવાદના કાલુપુરમાં દારૂની મહેફિલનો વિડીયો સામે આવતા સ્થાનિકોએ જનતા રેડ કરી નશામાં ધૂત યુવકો સહિત અનેક લોકોને પકડ્યા હતા, જે બાદ પોલીસને જાણ કરાતા પોલીસ આરોપીઓ સામે હળવી કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરતાં સ્થાનિકોમાં રોષની લાગણી વ્યાપી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ કાયદાના રક્ષકો ઘટનાથી અજાણ રહેતા લોકોને પોલીસની કામગીરી કરવી પડી રહી છે. 

App Store

પોલીસની કાર્યવાહીથી રહીશોમાં ભારે રોષ

પ્રાપ્ત માહિતી મુજબ કાલુપુરની ધના સુથાર પોળમાં મોડી રાત્રે સ્થાનિકોએ દારૂની મહેફિલ પર જનતા રેડ કરી નશામાં ધૂત યુવકોને પકડ્યા હતા. યુવકો દારૂની સાથે નોનવેજની જિયાફત માણી રહ્યા હતા. સ્થાનિક લોકોએ વિડીયો બનાવીને આ ઘટનાની જાણ પોલીસને કરી હતી, જે બાદ કાલુપુર પોલીસ કાર્યવાહી કરવા તો પહોંચી પર આરોપીઓ સામે મહેફિલના ગુનાના બદલે માત્ર પીધેલાનો ગુનો નોંધી સંતોષ માનતા સ્થાનિકો પોલીસની કામગીરી શંકાની નજરે જોઈ રહ્યા છે. પોલીસની આ પ્રકારની કાર્યવાહીથી રહીશોમાં ભારે રોષની લાગણી છે. પરપ્રાંતિય યુવકોની પોલીસ નોંધણી અને મકાન માલિકોની બેદરકારી પર પણ સ્થાનિકોમાં અસંતોષ છે.