Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : prostitution racket running under spa cover exposed in ahmedabads odhav area

AHMEDABADના ઓઢવમાં રિંગ રોડ પર સ્પાની આડમાં કૂટણખાનું પકડાયું, ત્રિપુરા-મહારાષ્ટ્રની મહિલાઓ પકડાઈ

Timeછેલ્લું અપડેટ : 21 May 2026
લાઇવ ટીવીGoogle News
AHMEDABADના ઓઢવમાં રિંગ રોડ પર સ્પાની આડમાં કૂટણખાનું પકડાયું, ત્રિપુરા-મહારાષ્ટ્રની મહિલાઓ પકડાઈ
સોર્સ : gstv

Ahmedabad Crime News: અમદાવાદમાં સ્પા અને બોડી મસાજ પાર્લરની આડમાં ચાલતા ગેરકાયદે દેહવ્યાપારના નેટવર્ક પર પોલીસે વધુ એક મોટો પ્રહાર કર્યો છે. ઓઢવ એસ.પી. રિંગ રોડ પર આવેલા એક શોપિંગ કોમ્પ્લેક્સમાં ધમધમતા સ્પા સેન્ટર પર પોલીસે દરોડો પાડીને ગેરકાયદે કૂટણખાનાનો પર્દાફાશ કર્યો છે. આ મામલે પોલીસે સ્પાના મુખ્ય માલિક, મેનેજર સહિત ગ્રાહકોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

App Store

બાતમીના આધારે ડમી ગ્રાહક મોકલી પાડી રેડ

પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, ઓઢવ એસ.પી. રિંગ રોડ પર આવેલા જાહન્વી આર્કેડના બીજા માળે, દુકાન નંબર 109માં 'ધી બ્લીસ થાઈ સ્પા'ના નામે બહારથી મહિલાઓ લાવીને દેહવ્યાપારની પ્રવૃત્તિ ચલાવવામાં આવી રહી છે. બાતમીના આધારે પોલીસે પંચોની હાજરીમાં એક ડમી ગ્રાહક તૈયાર કર્યો હતો અને તેને સ્પામાં મોકલ્યો હતો. ડમી ગ્રાહકે અંદર જઈને શારીરિક સંબંધ માટે યુવતીની માંગણી કરી સોદો નક્કી થતાં જ બહાર વોચમાં ઉભેલી પોલીસ ટીમને સિગ્નલ આપ્યું હતું. ઈશારો મળતાં જ પોલીસે સ્પા સેન્ટરમાં ત્રાટકીને ઓપરેશન પાર પાડ્યું હતું.

માલિક અને મેનેજર સહિત 3 રંગેહાથ ઝડપાયા

પોલીસે દરોડો પાડીને સ્પાના કાઉન્ટર પરથી મેનેજર અભિષેક રાઠોડ અને સોફા પર બેઠેલા મુખ્ય માલિક આફરોઝ ઉર્ફે સેજુ સાહીદખાન પઠાણ (ઉં.વ. 23, રહે. વસ્ત્રાલ, મૂળ મધ્ય પ્રદેશ) તથા તેના મિત્ર ક્રિષ્ણાને રંગેહાથ ઝડપી લીધા હતા. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, મુખ્ય માલિક આફરોઝ બહારના રાજ્યોમાંથી મહિલાઓને લાવીને માસિક 20 હજાર રૂપિયાના પગારે નોકરી પર રાખતો હતો અને તેમની પાસે દેહવ્યાપારનો ધંધો કરાવતો હતો.

6 રૂમોની તપાસમાં ત્રિપુરા અને મહારાષ્ટ્રની યુવતીઓ મળી આવી

મહિલા પોલીસ કર્મચારીઓની હાજરીમાં સ્પાના કુલ 6 રૂમોની સઘન તપાસ કરવામાં આવી હતી, જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. તપાસ દરમિયાન રૂમ નંબર 4માંથી પોલીસનો ડમી ગ્રાહક અને તેની સાથે મોકલેલી ત્રિપુરાની એક યુવતી મળી આવી હતી. જ્યારે રૂમ નંબર 3માંથી અન્ય એક ગ્રાહક મોહમ્મદ મુનીર શેખ અને મહારાષ્ટ્રની એક મહિલા થેરાપિસ્ટ ઝડપાયા હતા. રૂમ નંબર 1માંથી ત્રિપુરાની અન્ય ત્રણ યુવતીઓ મળી આવી હતી, જેમને અહીં મસાજ અને દેહવ્યાપારના કામ માટે રાખવામાં આવી હતી.

પોલીસે સ્પામાંથી મળેલા રોકડા રૂપિયા, મોબાઈલ ફોન અને અન્ય આપત્તિજનક સામગ્રી જપ્ત કરી છે. પકડાયેલા આરોપીઓ વિરૂદ્ધ ઈમ્મોરલ ટ્રાફિકિંગ (પ્રિવેન્શન) એક્ટ હેઠળ ગુનો નોંધીને આ રેકેટમાં અન્ય કોઈ સંડોવાયેલું છે કે નહીં તે દિશામાં ઓઢવ પોલીસે તપાસ તેજ કરી છે.