Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : 'Police sleeping or collusion?'; network of liquor in Sabarmati, video go to viral

Ahmedabad news: પોલીસની ઊંઘ કે મિલીભગત? સાબરમતીમાં દારૂનું 'ગૃહ ઉદ્યોગ' જેવું નેટવર્ક!

Timeછેલ્લું અપડેટ : 31 Mar 2026
લાઇવ ટીવીGoogle News
Ahmedabad news: પોલીસની ઊંઘ કે મિલીભગત? સાબરમતીમાં દારૂનું 'ગૃહ ઉદ્યોગ' જેવું નેટવર્ક!
સોર્સ : AI

શહેરનો સાબરમતી પોલીસ સ્ટેશનનો વિસ્તાર ફરી એક વાર દારૂના કારણે બદનામ થયો છે. થોડા સમય પહેલા અકસ્માતનો ભોગ બનનાર દારૂના અડ્ડા પાસે જ પટકાયો હતો અને સ્થાનિક પોલીસની પોલ ખુલ્લી પડી ગઇ હતી. તેવામાં હવે એક જાગૃત નાગરિકે ગૃહ ઉદ્યોગની માફક દેશી દારૂના પેકિંગ અડ્ડાનો વીડિયો વાયરલ કર્યો છે. અગાઉ સરદારનગર, ઘાટલોડિયામાં આ પ્રકારના વિડીયો વાયરલ થયા બાદ પોલીસ કમિશનરે ઇન્સપેક્ટર કક્ષાના અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હતા, ત્યારે હવે રાજકીય સંબંધ ધરાવતા સાબરમતીના અધિકારીઓ સામે પગલાં લેવાય છે કે નહિ? તે સવાલ છે. 

App Store

અમદાવાદ શહેરના સાબરમતી વિસ્તારમાં દારૂની હાટડીઓ ધમધમતી હોવાના અનેક કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. પરંતુ રાજકીય વગ ધરાવતા અધિકારીને ઠપકો પણ આપવાની ઉચ્ચ અધિકારીઓની તાકાત નથી. તેવામાં હવે દારૂનો અડ્ડો જ નહિ પરંતુ દેશી દારૂનું પેકિંગ કરતા બુટલેગરોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. બુટલેગર ઘરમાં જ દેશી દારૂની થેલીઓ ભરી રહ્યા છે. આ વીડિયો વાયરલ થતાં જ બંધ આંખો રાખતા અધિકારીની આંખ પહોળી થઇ ગઇ છે. જોકે આ અધિકારીઓ તો અગાઉ વીડિયોમાં દેખાતા લોકો સામે ગુનો નોંધાયો હોવાનું કહીને લુલો બચાવ કરીને મામલો થાળે પાડવા સક્રિય બન્યા છે. ત્યારે કડક છાપ ધરાવતા પોલીસ કમિશનર આખરે શું પગલાં લે છે? તે સવાલ છે.