Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Police arrest man from Vatva while trying to smuggle weapons, know the whole story

Ahmedabad news: હથિયારની હેરાફેરી કરવા જતા વટવામાંથી શખ્સની પોલીસે ધરપકડ કરી, જાણો આખો ઘટનાક્રમ 

Timeછેલ્લું અપડેટ : 01 Aug 2025
લાઇવ ટીવીGoogle News
Ahmedabad news: હથિયારની હેરાફેરી કરવા જતા વટવામાંથી શખ્સની પોલીસે ધરપકડ કરી, જાણો આખો ઘટનાક્રમ 
સોર્સ : GSTV News

Ahmedabad news: શોર્ટકટમાં પૈસા કમાવવા માટે એક ડ્રાઈવરે ગુનાખોરીનો રસ્તો અપનાવ્યો, મહિને માંડ 15 થી 20 હજાર રૂપિયા કમાનાર યુવકે રાતોરાત લાખોપતિ બનવા માટે હથિયારની હેરાફેરીનું કામ શરૂ કર્યું, પરંતું પહેલી જ ટ્રીપમાં તે પોલીસનાં હાથે પકડાઈ ગયો. મહારાષ્ટ્રથી હથિયાર લાવી તે ગુજરાતમાં ગ્રાહકને પહોંચાડે તે પહેલા જ પકડાઈ જતા જેલમાં જવાનો વારો આવ્યો છે.
 
મળતી માહિતી અનુસાર, વટવા પોલીસની કસ્ટડીમાં ધકેલવામાં આવેલા આરોપીનું નામ હુસેન ઉર્ફે શૂટર શેખ છે, આ આરોપીની હથિયારોની હેરાફેરીનાં ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી. અમદાવાદનાં વટવા વિસ્તારમાંથી હથિયાર સાથે આ યુવક ઝડપાયો છે. વટવા પોલીસે બાતમીના આધારે એસ.પી. રિંગ રોડ પર રોપડા પાસેથી આ યુવકની ધરપકડ કરી છે, તેની તપાસ કરતા તેની પાસેથી એક દેશી બનાવટની પિસ્તોલ અને પાંચ જીવતા કારતૂસ તેમજ બે મેગેજીન મળી આવી છે. જેથી તેની સામે આર્મસ એક્ટનો ગુનો દાખલ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

App Store

આરોપીની પ્રાથમિક તપાસ કરતા સામે આવ્યું કે તે આ આરોપી મહારાષ્ટ્રથી ગુજરાતમાં હથિયારની ડિલિવરી કરવા માટે નીકળ્યો હતો. પકડાયેલો આરોપી આઠ-નવ મહિના પહેલા ઔરંગાબાદ ખાતે મજૂરી કામે પરિવાર સાથે ગયો હતો. જ્યાં તે ભંગારની દુકાનમાં ડ્રાઈવિંગનું કામ કરતો હતો, જે દરમિયાન તેની નોકરીનાં સ્થળ પાસે સીટ કવરની દુકાનમાં નોકરી કરતા શાહરૂ સાથે મુલાકાત થઈ હતી. જે બાદ બન્ને વચ્ચે વાતચીત થતી હતી. શાહરૂખ જાણતો હતો કે હુસેન શેખને પૈસાની જરૂર હતી, જેથી તેણે હુસેનને પિસ્તોલ અને કારતૂસ ગુજરાતમાં જસદણ ખાતે મોહમદ ઉર્ફે દાદુ કથેરી સૈયદ નામનાં શખ્સને ડિલિવરી કરવા કહ્યું હતું.

હુસેન શેખને પૈસાની જરૂર હતી અને એક ટ્રીપ માટે 10 હજાર રૂપિયા મળવાનાં હોવાથી તેણે હથિયાર જસદણ પહોંચાડવાની હા પાડતા તેને શાહરુખે એડવાન્સ 10 હજાર રૂપિયા અને હથિયાર આપી ડિલિવરી કરવા મોકલ્યો હતો, અને બાકીનાં 7 હજાર રૂપિયા હથિયારને ગ્રાહક પાસે પહોંચાડી પરત ફરે ત્યારે તેને મળવાનાં હતા, જોકે તે પહેલા જ તેની ધરપકડ કરી લેવામાં આવી છે. જોકે આ મામલે મહારાષ્ટ્રનાં અને જસદણનાં આરોપીનાં પકડાયા બાદ હથિયારોની સોદાબાજીના નેટવર્ક અંગે વધુ ખુલાસા થઈ શકે તેમ છે.